• VNM TV

યક્ષ પ્રશ્ન : ડોકટર બનવું છે કે ડોગ ટ્રેનર ? - By Dilip Kumar N Mehta


કોરોનાની સાઈડઇફેક્ટ્સ રૂપે દેશને મળેલ અસાધારણ આર્થિક પેકેજના સુખદ્દ આશ્ચર્ય વચ્ચેથી પ્રગટેલા એક સમાચારે મને દુખદ્દ આશ્ચર્ય આપ્યું છે!

Writer - Dilip Kumar N Mehta

‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ ના પ્રથમ પાને આવેલ આ સમાચાર ની હેડ લાઇન એ છે કે “ કોવિડવોરિયરનું કરતલધ્વનિથી સન્માન જરૂર કરો , પરંતુ , ડોગ ટ્રેઇનર નો પગાર વધુ છે”

કોરોના યુધ્ધ સામે ફ્રન્ટ વોરિયર તરીકે લડી રહેલા તબીબો ની જમીનીહકીકત એ છે કે આ તબીબોનો આર્થિક રિવોર્ડ ડોગ ટ્રેનરના રિવોર્ડ કરતાં ઓછો છે. ટૂંકમાં એક ડોકટર કરતાં એક ડોગ ટ્રેનર નો પગાર ઘણો ઊંચો છે !

(1)ગુજરાત પોલીસ વિભાગે તાજેતરમાં જ એના K-9 ડોગ સ્કવોડને તાલીમ આપવા માટે એક સિનિયર ટ્રેનીંગ કન્સલ્ટન્ટ , એક જુનિયર ટ્રેનીંગ કન્સલ્ટન્ટ અને એક વેટરનરી ડોકટરની જગ્યાઓ માટે અરજી મોકલવા માટેની જાહેરાત આપેલી. ડોગ ટ્રેઇનર્સ નો પગાર સિવિલ હોસ્પિટલના ડોકટર ના પગાર સમકક્ષ કે ડોકટર ના પગારથી વધુ મળશે એવું જાહેરાતમાં જણાવેલું.

(2)રાજ્ય સરકારે એપ્રિલ 1 ના રોજ એના ‘#નવનિર્મિત #કોવિડ19 #ફેસિલિટી માટે મેડિકલ ઓફિસર્સ, સ્પેશિયાલિસ્ટ્સ, અને પેરા મેડિકલ સ્ટાફ ની ભરતી માટે જાહેરાત આપેલી. આ જાહેરાતમાં કહેવામા આવેલું કે ‘ pulmonologists અને anesthetists નો માસિક પગાર 1.20 લાખ જેટલો હશે ‘MBBSની ડિગ્રી ધરાવતા તબીબને માસિક 60,000 રૂપિયા પગાર ની ઓફર કરવામાં આવેલી.

(3)મંગળવારે સ્ટેટ પોલીસે એડિશનલ ડીજીપી વિકાસ સહાય મારફતે એક જાહેરાત આપેલી જેમાં સિનિયર k-9ડોગ ટ્રેનીંગ કન્સલટંટને માસિક રૂપિયા 1.20/- ની ઓફર કરવામાં આવેલી, જ્યારે જુનિયર ટ્રેનર ને માસિક રૂપિયા 70,000/- આપવાની જાહેરાત હતી. ડોકટર માટેની આ જાહેરાત નો રિસ્પોન્સ નિરાશાજનક રહ્યો. સિવિલ હોસ્પિટલ ને 90 પલ્મોનોલોજીસ્ટ્સ ની જગ્યા માટે માત્ર ત્રણ અરજીઓ જ મળી , અને મેડિકલ ઓફિસર્સ ની 165 જગ્યા માટે ફક્ત 20 અરજીઓ મળી ! K-9 સ્કવોડ (ડોગ્સ) નો ઉપયોગ 'કાયદો અને વ્યવસ્થા' જાળવવા માટે અને ખાસ તો રમખાણો સમયે ખાસ થાય છે , અને ,આ તાલીમ , નિ:શંક અઘરી છે , તેમ છતા શહેરનું મેડિકલ વર્તુળ પગાર ધોરણ બાબતે ચિંતાજનક છે.

(4)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માર્ચમાં મેડિકલ ઓફિસર્સ અને સેનિટેશન ઓફિસર્સ ની જગ્યાઓ માટે એક જાહેરાત આપેલી. એ જાહેરાતમાં મેડિકલ ઓફિસર્સ ને 30,000 રૂપિયા માસિક પગારની ઓફર કરવામાં આવેલી. 354 જગ્યાઓ સામે માત્ર 94 તબીબોએ અરજી કરેલી.

અમદાવાદ મેડિકલ એસોશિએશન ના પ્રમુખ ડો. મોના દેસાઇએ કહ્યું કે “ સેલેરી એ વ્યક્તિને આપવામાં આવેલ સન્માનનું પ્રતિબિંબ છે. ડોકટરો પોતાના જીવના જોખમે કોવિડ19 સામે લડી રહ્યા છે , અને કોઈ પણ સેલેરી એના જીવન મૂલ્ય થી વધારે પ્રતિબિંબિત ન હોય શકે. તેમ છ્તા , કોઈ ખાસ વ્યવસાય માટે મળતો પગાર એ વ્યક્તિના સન્માન માટે ઉદાહરણ રૂપ બને છે. પગારનું માળખું સરકાર ની પોલિસી વિષે ઘણું બધુ કહી આપે છે.”