• VNM TV

લેરી લાલા ની વાર્તા - By Dilip Kumar N Mehta


બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોહનસને આજે પ્રધાન મંત્રી કાર્યાલયમાં પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે . આમ તો 12 એપ્રિલના રોજ તેઓને હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા , પરંતુ એમને થોડાક દિવસો ઘરે આરામ કરવાનું યોગ્ય લાગ્યું. ખેર, ઇંડિયન એક્સ્પ્ર્રેસ માં આજે આ સમાચારની નીચે જ પ્રધાન મંત્રી નિવાસ ( 10 ડાઉનિંગ સ્ટ્રીટ ) ના દરવાજે જ બેઠેલા એમના સત્તાવાર બિલાડા લેરીનો ફોટો પણ જોવા મળ્યો ! જો તમને લેરીની કથામાં રસ હોય તો એની અનેક કથા -વાર્તા ના વિડીયો / ચિત્રો મળે. આજે ખૂબ ટૂંકમાં લેરી વિષે . પ્રધાન મંત્રી ના નિવાસની આસપાસ ફરતા ઉંદરોને પકડવા માટે પીએમ ઓફિસ દ્વારા જ બિલાડાઓરાખવામા આવતા હોય છે. લેરી પણ ઘણા વર્ષોથી ચીફ માઉસર ( chief mouser)તરીકે સેવા આપે છે , પણ , હવે તો તે પ્રધાન મંત્રી નો ચહિતો ફેમિલી મેમ્બર પણ બની ગયો છે અને જ્યારે પણ કોઈ VVIP ગેસ્ટ આવે ત્યારે લેરીનો પરિચય ખાસ આપવામાં આવે છે !

Writer - Dilip Kumar N Mehta

અત્યાર સુધી આ લેરી ત્રણ ત્રણ પ્રધાન મંત્રીનો અને એની પત્નીનો ખોળો ખૂંદી ચૂક્યો છે. મૂળ તો લેરી ની પસંદગી ડેવિડ કેમરોનઅને એની પત્ની સમન્થા ના બાળકો ના પાલિતા પ્રાણી તરીકે થયેલી . એની પસંદગીનું બીજું કારણ એ પણ હતું કે તે ઉંદરનો અદભૂત શિકારી ગણવામાં આવે છે . ઉંદરનો પીછો કરવાની એનામાં ઊંચી જાતની તાકાત છે તો એની hunting instinct એટ્લે કે શિકાર કરવા માટેની પ્રાકૃતિક આદત પણ અદભૂત છે. એ માટે એને 2012માં એક પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળેલ છે !

હાલ લેરીની ઉમર 13 વર્ષની છે. જાન્યુઆરી 2007માંએનોજ્ન્મએમ થયેલો. 2011 થી તે કેબિનેટ ઓફિસ ના ચીફ માઉસર તરીકે સેવા આપે છે. 2016માં થેરેસા મે જ્યારે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર બનેલા ત્યારે લેરીને બાજુમાં વિદેશ વિભાગની એક બિલાડી જોડે ખૂબ ફાઇટ થતી અને એથી એની છાપ એક હિંસક બિલાડાની બની ગયેલી ! ડાઉનિંગ સ્ટ્રીટ ની વેબ સાઇટ પર આ બિલાડાની ડ્યૂટી પર એક નજર ફેંકો તો એમાં મુખ્ય ત્રણ ફરજ જોવા મળે છે .


1 મહેમાનોનું સ્વાગત કરવાનું . 2 સિક્યુરિટી ડિફેન્સ નું ઇન્સ્પેક્શન ( ??? ) 3 જૂના ફર્નિચર ની ચકાસણી . આવું જૂનું ફર્નિચર આરામ માટે /ઊંઘવા માટે યોગ્ય છે કે કેમ એ ચકાસવું . 10 ડાઉનિંગ સ્ટ્રીટ માં આગમન: લેરીને આમ તો એક પશુ દવાખાના માં ક્યાંક થી બચાવીને દાખલ કરવામાં આવેલ હતો . અગાઉ જણાવ્યા મુજબ તે કેમરોન ફેમિલીનો પેટ હતો . એ એક કુશળ શિકારી હતો , પરંતુ , પ્રધાન મંત્રી નિવાસમાં આવ્યા બાદ એનામાં પણ રાજસીક ગુણો આવી ગયા , એ આળસુ બની ગયો , ખાઈ પી ને ઊંઘવા માંડ્યો અને એક સહેલી નામે ફ્રેયા સાથે રોમાન્સ કરવા લાગ્યો ! 2012 માં તો એની લોકપ્રિયતાનો આંક પણ 15% જેટલો ઘટવા માંડ્યો ! લેરી ને જ્યારે પ્રધાન મંત્રી નિવાસમાં લાવવામાં આવ્યો ત્યારે એવી એક સ્ટોરી બહાર આવી કે એ એક ખોવાયેલો બિલાડો હતો અને એના માલિકે એને પાછો મેળવવા માટે એક અભિયાન પણ શરૂ કરેલું .પાછળથી આ સ્ટોરી ખોટી સાબિત થઈ ! પીએમ નિવાસમાં આવતાવેત પહેલા જ મહિને લેરીએ એક ઉંદરને મારી કાઢ્યો , પરંતુ , પછી , ભાઈ સાબ , આળસુ બની ગયા ! 2011 માં પ્રધાન મંત્રી નિવાસમાં એટલા બધા ઉંદર દેખાવા લાગ્યા કે એક દિવસે ભોજન સમયે કેબિનેટ ડિનર સમયે એક ઉંદર તરફ પ્રાઇમ મિનિસ્ટરે ગુસ્સાથી ફોર્ક ફેંક્યો. લેરી એ 2011 માં એક શિકાર કર્યો , ત્યારબાદ 2012 માં ઓગષ્ટ મહિનામાં શેરીમાં જ એક ઉંદરને ઢાળી દીધેલો. પરંતુ , 2012 માં જ એને નોકરી માથી બરતરફ કરવામાં આવ્યો . he was fired ! ડેવિડ કેમરોનના સ્ટડીરૂમમા એક ઉંદર આવ્યો ત્યારે આપણાં આ લહેરી લાલા લેરી ભાઈએ કઈ ધ્યાન ન આપ્યું એટ્લે નોકરી ગઈ ! બસ, ત્યારથી એનું નામ LAZY LERRY પડી ગયું ! એની જગ્યા એ કેબિનેટ ઓફિસના ચીફ માઉસર તરીકે પછી ફ્રેયાની નિમણૂક કરવામાં આવી ! 2013માં લેરી લાલા પાછા મૂડમાં આવી ગયા અને એણે ચાર ઉંદરડા પકડી કાઢ્યા ! એમાં એક ઉંદરને તો એના મોમાંથી રેસક્યું કરવો પડ્યો , બોલો ! જુલાઇ 2015 માં જ્યોર્જ ઓસબોર્ન અને કેબિનેટ ઓફિસના મિનિસ્ટર મિસ્ટર મેટ હોન કોકે એક ઓફિસમાં એક ઉંદર ને ઝાલ્યો અને સેન્ડવિચ ની કોથળીમાં ઘાલ્યો ! ગામમાં આ વાત ફેલાઈ ગઈ અને બીજા દિવસે પ્રેસમાં સમાચાર આવ્યા કે " Chancellor of the Exchequer might take over the Chief Mouser position." એક્સચેકર ના ચાન્સેલર હવે મુખ્ય બિલાડાનું સ્થાન લેશે ? 2016માં ડેવિડ કેમરોનને પ્રાઇમ મિનિસ્ટર તરીકે એક છેલ્લો સવાલ લેરી વિષે પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે " લેરી એક સરકારી કર્મચારી છે અને એ કઈ પ્રાઈવેટ પ્રોપર્ટી નથી , એટ્લે એ ડાઉનિંગ સ્ટ્રીટ છોડીને જશે નહીં " લેબર પાર્ટીએ પછી પાકકું કર્યું કે લેબર ગવર્નમેંન્ટ ના શાસન દરમ્યાન લેરી લાલો ચીફ માઉસર તરીકે જ ચાલુ રહેશે " 2020 માં આજની તારીખમાં લેરી લાલા એ બોરિસ સરકારમાં એની પોઝિસન ઝાળવી રાખી છે " લેરી લાલા ને બરાક ઓબામા જોડે સારું ફાવી ગયેલું, બાકી બીજા જોડે નજીક જવામાં એને બીક લાગતી!" લેરી લાલા વિષે એક બુક પણ લખાઈ છે .લેરીના ખાધા ખોરાકી માટે એક ફંડ પણ એકત્રિત કરવામાં આવે છે .વાર્તા લાંબી છે , પણ , અહી હું લેરી ની વાર્તા ને અટકાવી દઉં છુ. બાકીની વાર્તા તમે અંગ્રેજીમાં વાંચી લેજો .