• VNM TV

અને હવે અમિત શાહનું આત્મમંથન By Dilip Kumar N Mehta

Updated: Mar 4



Dilip Kumar N Mehta

Vadodara: આજે તો મને અમિતભાઈ નું 'આત્મ નિવેદન' સાચે જ પુલકિત કરી ગયું છે ! બાકી , આવા નગ્ન સત્ય અને Open secret બાબત અંગે એ ન બોલ્યા હોત તો ક્યાં કોઈ પ્રોબ્લેમ જ હતો ? રાજકારણીઓ તો એમના 'મીંઢા મૌન' માટે જાણીતા જ હોય છે ! 'દેશના ગદ્દારોને ગોલી મારવા'ની વાત અને વિધાન સભા ચુનાવને 'ભારત -પાક મેચ' સાથે સરખાવવાની વાત જેણે પણ કરી એને જો કોઈ પસ્તાવો ન હોય તો પછી અમિતભાઈ એ શા માટે આવો 'અપરાધભાવ' પ્રદર્શિત કરવાની જરૂર હતી ? અને હા ,એમણે ધાર્યું હોત તો વાણી વિલાસ કરનારાઓ પાસેથી કે પછી વર્તમાન પક્ષ પ્રમુખ પાસેથી પણ તેઓ આ પ્રકારનું નિવેદન અપાવી શક્યા હોત , પરંતુ , ગમે તેમ , પણ , થોડીક આશંકા સાથે પણ એમણે પોતાના 'મન ની વાત' મીડિયા સમક્ષ રજૂ કરી એ માટે પણ એમને એક સલામ મારવી પડે હો ! દિલ્હી ચુનાવમાં પક્ષના કારમાં પરાજય માટેના અનેક કારણોમાં અમિતભાઈને 'ગદ્દારોને ગોલી મારો ' કે પછી ' ભારત -પાક ' મેચ જેવો વાણી વિલાસ પણ કારણભૂત લાગ્યો એ કબૂલાત સ્પર્શી જાય એવી છે ! દિલ્હીની સભાઓમાં બોલાયેલા એ વિવાદાસ્પદ વિધાનો અંગે નારાજગી દર્શવીને એમણે એમ પણ કહ્યું કે " આવા વિધાનો કરવાની જરૂર નહોતી " બસ, મને તો આજે જ અને આ જ 'ગાંધી સાર્ધ શતાબ્દી ની ઉજવણી' લાગી ! આપદ્દ ધર્મ સમયે અર્ધ સત્ય બોલવાની છૂટ તો સ્વયમ મહાભારત કારે જ આપણને શીખવી છે ત્યારે અમિત ભાઈ જેવા Hardcore politician ( રીઢા રાજકારણી) જ્યારે ગાંધીની જબાનમાં બોલે ત્યારે એમનો રથ મને બે ઇંચ ઊંચો લાગે છે ! તમને અમિત શાહમાં માઇક્રો ગાંધીના દર્શન ન થયા ? અમિતભાઈના આ આત્મ મંથન ..આત્મનિવેદનથી વાણીવિલાસથી પીડિત સૌ નાગરિકો ને ક્યાંક તસ્સલી થવી જોઈએ . C A A મુદ્દે પણ એમણે ખુલ્લા દિલે મળવાની વાત કરી એ પણ આવકાર્ય ! અમિતભાઈ ની આ કબૂલાત એ ભારતીય જનતા પાર્ટી માટે એક માઈલ સ્ટોન સાબિત થઈ શકે તેમ છે. આવું આત્મમંથન કદાચ પાર્ટી માટે પણ એક turning point બની શકે છે . દેશના રાજકારણીઓ હવે વાણીવિલાસ માથી મુક્ત થઈને વિકાસનો માર્ગ પકડે એ સમયનીમાંગ છે .જયહિન્દ !