• VNM TV

Tiktok..Talk-Talk...ઠોકમ- ઠોક! - By Dilip Kumar N Mehta


એક વર્ષના એક પાક શાસ્ત્રી(chef)નો વિડીયો આજકાલ વાઇરલ થયો છે. નાચતા , કુદતા , ગાતા , ખાતા અને રડતાં ભૂલકાઓના વિડિયોઝ હવે રોજીંદી ઘટના છે, અને એટ્લે જ આવા બાળકો હવે TALK OF THE TOWNS બની ને ચર્ચાયા કરે છે !

ગુલઝાર સાહેબ દીકરી બૉસ્કી ના જન્મ દિવસે એક કવિતા લખતા અને એ રીતે એમણે દીકરીને યોગ્ય સમયે એ કવિતા સંગ્રહની ભેટ આપેલી. અમારા જમાનાના માં બાપ એમના સંતાનોના ફોટાઓનું આલ્બમ બનાવતા અને ઘરે મહેમાન આવે ત્યારે વગર માંગ્યે એ આલ્બમ એમના હાથમાં પકડાવી દેતાં ! અત્યારે માં –બાપ એના સંતાનોને યોગ્ય વયે સ્માર્ટ ફોન સાથે USER’S ID અને passwordની gift આપે છે! MEMORY અનેDOCUMENTATION ની આ ગેમ્સ ચાલતી રહેવાની અને એ વિષયના webinars પણ ! બસ, તો કોડીનાર થી મ્યાનમાર આજકાલ વેબીનાર ચાલતા રહે છે. સારું છે. આમ પણ લોક ડાઉનમાં બીજું શું થઈ શકે ? અને , હા, learning is a life time business! શિક્ષણ એ તો જીવન પર્યંતચાલતી પ્રક્રિયા છે.પ્રો.ગુણવંત શાહે છેક 1990માં અમને એક શિબિરમાં ઇવાન ઇલિચના એક પુસ્તક નો ત્યારે પરિચય કરાવેલો.એ પુસ્તક નું નામ હતું ‘ Dischooling society ‘ .આપણાં કોઈ સારસ્વતે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ પણ કરેલો જેનું શીર્ષક હતું ‘શાળાને મારો તાળાં’.

આજથી 35- 40 વર્ષ પહેલા ઇલિચે શાળા વિહીન સમાજની જે પરિ કલ્પના કરેલી તે આજે મહદઅંશે સાચી પડી રહી હોય એવું લાગે છે. શિક્ષણની ક્ષિતિજો વ્યાપક બનતી જાય ત્યારે શિક્ષણએ કેવળ વર્ગખંડીય ઘટના જ નહીં પરંતુ, ‘Beyond the class room’ બની રહે છે. RECENTLY, વેબીનારમાં એક મહત્વની ચર્ચા જોવા મળી.. વિષય હતો : “Is it ok to package a child’s life for the world to see? બાળકની દૈનિક ક્રિયાઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનું કેટલું યોગ્ય ? “ વિરોધાભાસ તો એ છે કે આ વિષય અંગે જેમ જેમ ચર્ચા થાય છે તેમ તેમ પ્રદર્શન અને નિદર્શન માટે 'ટીક ટોક' અને બીજા ડિજિટલ પ્લેટફોર્મ્સ ની ડિમાન્ડ વધતી જાય છે .બાળક જન્મે એ જ દિવસ થી એનું #INSTAPAGE બની જાય છે !! સૂતા , જાગતા , ઝોકા ખાતા , નાચતા , કુદતા બાળકોના હજારો વિડિયોઝ અપલોડ થતાં રહે છે. બાળકની તમામ હરકતોનું આમ documentation થતું રહે છે! બાળકના મન પર એની positive કે negative કેવી effects થઈ શકે એ વળી એક જુદી જ ચર્ચા માંગી લે છે. ટીકટોક જેવા દસ્તાવેજી કરણ ની શૈક્ષણિક કે નૈતિક value શું હોય શકે એ માટે એક જુદો વેબીનાર કરવો પડે તેમ છે! TIKTOK, TALK TALK, સંક્ષિપ્તમાં, બધુ ઠોકમ ઠોક !

ઠોકમ ઠોક શબ્દ જરાક આકરો, અપ્રિય અને અપમાન જનક લાગે , પરંતુ , આપણે ત્યાં હકીકત એ પણ છે કે ‘ મનો વૈજ્ઞાનિકો પણ ઘણી વાર બધુ ગોળ ગોળ બોલતા હોય છે. વાંચો : social media has become a huge guiding factor and this is the trend for the moment. Eventually, it could go both ways..they can be happy about it, or, it could lead to pride and arrogance. It is a personal choice to showcase a child, but, have the right parental attitude with it to make sure the child handles it with humility. “ હવે બોલો , આમાં શું સમજવાનું ? આમાં નવું શું આવ્યું ? પરોક્ષ રીતે આ પેલી સફરજન અને છરી વાળી જ વાત આવી ! શિક્ષણવિદ્દો અને મનોવૈજ્ઞાનિકો મજબૂર છે. તેઓ આ બાબતને વાલીઓના વિવેક પર છોડી દે છે , અને સાથે સાથે બાળક એમના પ્રદર્શનને પૂરી નમ્રતા પૂર્વક સંવેદે ,સ્વીકારે એવું ઈચ્છે છે. હવે બે ચાર કે પાંચ વર્ષના બાળક પાસે આવી નમ્રતાની..વિવેક બુદ્ધિ ની અપેક્ષા કેમ રાખી શકાય ? મારા જેવાને 500 likes મળતી હોય ત્યારે હરખમાં ને હરખમાં ઊંઘ હરામ થઈ જાતી હોય તો બાળક પાસે એવી modesty / humility શક્ય ખરી ? બાળક ની વાત છોડો , બાળક તો બિચારું રમકડું( પ્યાદો ) બની જાય છે , અને મમ્મી –પાપા likes ગણી ગણી ને હરખાયા કરે છે એનુંશું ! મનો વૈજ્ઞાનિકો પાસે કોઈ ડેટા નથી જ નથી હોતા. ‘ અમુક વયના બાળકો પર આટલા વર્ષો સંશોધન થયું અને એના આવા પરિણામો મળ્યા ‘ આવું આપણે ત્યાં બહુ ઓછું સાંભળવા મળે છે. 500 -700 સંબંધિત વ્યક્તિઓને મળીને તૈયાર કરવામાં આવેલ survey માં પણ કઈ દમ નથી હોતો. વ્યક્તિને આપવામાં આવેલ પ્રશ્ન સૂચિ ( QUESTIONARE)ને40% લોકો સમજ્યા વગર ભરીને જલ્દી જલ્દી આપી દેતા હોય છે ! બસ , ઠોકમ ઠોક ! રોજના આવા મિલિયન્સ વિડિયોઝ આવતા હોય ત્યાં આવું બધુ કોણ વિચારે ? Everything is being taken for granted! TIKTOK, TALK TALK , ઠોકમઠોક ! અમારા માબાપનું તો એક જ સૂત્ર હતું : છોકરાં તો પડે ,આખડે ‘ને એની મેળે મોટા થઈ જાય “ સાચી વાત છે. અમે નદીયુંમાં , નાળામાં, ડુંગરોમાં , ખીણોમાં, ઝાડવા પર દિવસ અને રાત રખડતા , આખડતા , પડતાં , ચડતા , રડતાં રડતાં ક્યારે મોટા થઈ ગયા એની ખબર જ ન પડી ! હાહાહા ! બસ, વેબીનાર ચાલુ જ છે ..કોડીનાર થી મ્યાનમાર ! By the way, these kids are really enjoying their time and passions.