• VNM TV

ને પછી નિર્મલા આંટી થાકી ગયા ! - By Dilip Kumar N Mehta

Updated: Mar 4Dilip Kumar N Mehta - Writer

બહુ કરી હો ! અઢી -ત્રણ કલાક ની બજેટ સ્પીચ નિર્મળાબેન ને બજેટ કરતાં પણ ભારે પડી ! બજેટે ભલભલાને થકવી દીધા ! નિર્મલાબેન છેવટે બોલી બોલીને રીતસર થાકી ગયા અને મોદી અને રાજનાથસિંઘ એમને ચિંતા ભરી નજરે જોતાં રહ્યા !

એમને લાંબુ બોલવાની બહુ પ્રેક્ટિસ નહીંને એટ્લે આવું થયું હશે ? બાકી કોઈ પોલિટિશિયન ભાષણ આપતા આપતાથાકીને લોથ પોથ થઈ ગયો હોય એવું અમે તો હજુ સાંભળ્યું નથી હો ! પણ , બિચારા નિર્મલા આંટી ! રીતસર લાંબા થઈ ગયા !

સાહેબ , મોદી કરતાં તો નિર્મળાબેન નાના હો ...લગભગ 6 વર્ષ .

મોદી સાહેબ ( 1950 ) , હર્ષવર્ધન ( 65 વર્ષ ) રાજનાથસિંઘ ( 1951) રવિશંકર ( 1954) પિયુષ ગોયલ ( 65 વર્ષ) સદાનંદ ગોવડા ( 1953) પ્રકાશ જાવડેકર ( 1951) રવિશંકર પ્રસાદ ( 1954) મુખ્તાર અબ્બાસ નકવી ( 62 વર્ષ ) આ બધા આમ જોવા જઈએ તો સમવયસ્ક જ ગણાય. ચાર -પાંચ વર્ષ આગળ કે પાછળ નો તફાવત બહુ મોટો ન ગણાય તેમ છતાં નિર્મળાબેન થકી ગયા !
જો આપણે અમિત શાહ ની કાયાનો વિચાર કરીએ તો મગજ બહેર મારી જાય પણ તેઓ જે રીતે લાંબા લાંબા પ્રવાસો ખેડીને લાંબા લાંબા ભાષણો આપે છે એ જોઈને એમને શાબાશી આપવાનું મન થાય હો !

ભાષણો ની બાબત માં એમણે મોદીની બરાબરી કરી હો , સાહેબ ! ભૂક્કા કાઢી નાખ્યા ! અને છતાં એ થાકતા નથી એ જોઈને મને તો નવાઈ લાગે છે !

અત્યારે મારી હાલત પણ નિર્મલા સીતારામન જેવી છે . હમણાં ત્રણ દિવસ પહેલા મારે 35 પગથિયાં ચડવાનું બન્યું , પણ થાકી ગયો ...હાંફી ગયો ! જો કે એ દિવસે તાવ -શરદી થી પીડિત શરીર હતું એટ્લે એવું બનવા જોગ છે. નિર્મલા બેન ને પણ આવી કોઈ ઋતુગત બીમારી હોય એવી સંભાવના પણ ખરી જ . સતત ઉજાગરા , કાર્યભાર , ચિંતા ભલભલા ને ભાંગી નાખે છે !

નરેન્દ્ર મોદી તો હવે એવી સાધના કરી રહ્યા છે કે તેઓ હમેશા નિન્દ્રામુક્ત રહે ! હા , આ કોઈ કપોળ કલ્પિત સ્ટોરી નથી , ડો .શરદ ઠાકર ને આપણાં મોદી સાહેબે રૂબરૂ કહેલી આ વાત છે. ઘણાને આ વાત ગળે ન પણ ઉતરે !

ખેર, મને તો મોરારી બાપુની પણ મીઠી ઈર્ષ્યા એટલા માટે આવે કે તેઓ કોઈપણ જાતના યોગ -પ્રયોગ કે બીજી કોઈ શારીરિક કવાયત વગર વ્યાસ પીઠ પર બેસી શકે છે , કથાઓ કરતાં રહે છે ! અને આપણાં શતાયુ નગીન કાકા ? એમને તો જેટલા વંદન કરીએ એટ્લે ઓછા હો ! મેઘાણીભાઇ ભલે આમ નિવૃત થયા , પણ આ વયે પણ એ મારા -તમારા જેવાને કલાક આપે અને વાતું માંડે એ કઈ જેવી તેવી વાત નથી હો ! નિર્મળાબેન હવે જલ્દી સાજા થઈ જાય અને દેશની આર્થિક હાલત સુધારવામાં નિમિત બને એ જ પ્રાર્થના !


- Dilip Kumar N Mehta