• VNM TV

Right to religion - By Dilip Kumar N Mehta

Updated: Mar 4


સુપ્રભાતમ ! રાજયની એક કેળવણીસંસ્થા ની વિધ્યાર્થીનીઓ સાથે માસિક ધર્મ સંદર્ભે થયેલ ગેર વર્તાવ ,તથા સાંપ્રદાયિક નીતિ નિયમો ની આજકાલ ચર્ચા ચાલી રહી છે ત્યારે ગઇકાલે જ મને બહુ ચર્ચિત સબરીમાલા કેસ નું સ્મરણ તાજું થયું અને એ અંગે થોડુક વાચન કરતાં ઘણી વિગતો મળી.


Dilip Kumar N Mehta - Writer

બસ, હવે ત્રણેક દિવસમાં જ ફરી એક વાર દેશના પ્રખર ધારા શાસ્ત્રીઓ આદરણીય કે. પરાસરન ( 93 વર્ષ ) અને ફલી એસ સોરાબાજી ( વય:91) સબરીમાલા કેસ માં સ્ત્રીઓના પ્રવેશ અંગે , મુસ્લિમ સ્ત્રીઓના મસઝિદમાં પ્રવેશ અંગે , પારસી સ્ત્રીઓના આંતરજ્ઞાતિ લગ્ન અંગે અને સૌથી વિશેષ તો Right to Religion અંગે ફરી એક વાર કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરશે .19 ફેબ્રુઆરીએ દેશના બે મહાન અને દંતકથાત્મક કાયદાશાસ્ત્રીઓને કોર્ટમાં નિહાળવાનો પણ એક અનોખો રોમાંચ હશે . કે. પરાસરન નો પરિચય આપવાની જરૂરત જ ન હોય. એમની ફોટોજેનિક મેમરી , દલીલો તૈયાર કરવાની અને રજૂ કરવાની સ્ટાઈલ અને એમના સંશોધન વિષે બીજા બે -ચાર લેખો પણ ઓછા પડે તેમ છે . તાજેતરમાં જ જેની રચના થઈ તે 'શ્રી રામ જન્મભૂમિ તીર્થસ્થાન ટ્રસ્ટ ' ના તેઓ પ્રથમ ટ્રસ્ટી પણ છે . રામ જન્મ ભૂમિ કેસ નો ઇતિહાસ બહુ લાંબો છે અને આ કેસમાં અનેક કાયદાશાસ્ત્રીઓએ મહત્વની ભૂમિકા અદા કરી છે , પરંતુ , કેસની છેલ્લી સુનાવણીમાં આ વકીલ ની દલીલો એ જ શકવર્તી ચુકાદો અપાવવામાં મહત્વનુ પ્રદાન કર્યું છે. ફલીસોરાબજી પણ એવા જ એક Legend છે . કે.પરાસરન તો સબરીમાલા માં માસિક ધર્મ ધારણ કરેલી સ્ત્રીઓ ના મંદિર પ્રવેશ પરના પ્રતિબંધને જાળવી રાખવાની તરફેણ કરે છે ! નારિવાદી સંગઠનો માટે આ એક દુખદ આશ્ચર્ય ગણી શકાય. આધુનિક યુગમાં આવા પ્રતિબંધો કેમ ચલાવી શકાય એવો પ્રશ્ન આપણને સૌને થાય એ સ્વાભાવિક છે , પરંતુ , કાયદાની ભાષા , પરિભાષા કાઇંક જુદી જ હોય છે . 19 ફેબ્રુઆરીએ નવ જજજોની ખંડપીઠ બેસવાની છે અને આ ધારાશાસ્ત્રીઓ ની પક્ષ અને વિપક્ષમાં દલીલો સાંભળશે. નીચેના મુદ્દાઓ પર જ ચર્ચા -દલીલ થશે . seven questions of law to be examined by the larger bench. They include the interplay between freedom of religion under Articles 25 and 26 of the Constitution, need to delineate the expression "constitutional morality", the extent to which courts can enquire into particular religious practices, meaning of sections of Hindus under Article 25 and whether "essential religious practices" of a denomination or section thereof are protected under Article 26.જે તે ધર્મ ના શાસ્ત્રો, પુરાણો અને અન્ય ગ્રંથોના આધારે સ્ત્રીઓના વિવિધ અધિકારો વિષયક આ દલીલો આ અગાઉ પણ થયેલી જ હતી જેની વિગતો ગૂગલ માં મળી શકે તેમ છે . આધુનિક અને અનુ આધુનિક યુગમાં પણ હજુ આપણીઅદાલતોમાં આવા હજારો કેસ ચુકાદાની પ્રતિક્ષામાં છે ત્યારે સબરીમાલા કેસ એક માઈલ સ્ટોન કેસ સાબિત થઈ શકે તેમ છે.હાલ સબરીમાલા મંદિર ના ચુકાદા વિરુધ્ધ 50 જેટલી રિવ્યુ પિટિશન પડેલી છે . સુપ્રીમ કોર્ટ માત્ર સબરીમાલા મંદિર ચુકાદા માટે જ નહીં , પરંતુ અગાઉ લખ્યું તે મુજબ મુસ્લિમ સ્ત્રીઓ , પારસી સ્ત્રીઓ અનેઅન્ય ધર્મોની સ્ત્રીઓના ધાર્મિક અને સામાજિક અધિકારો વિષે પુનર્વિચારણા કરશે .