• VNM TV

આજ ના દિવસે ભારતે રચ્યો હતો ઇતિહાસ



25 June Vadodara : 38 વર્ષ પહેલા 25 જૂન 1983 ના દિવસે ભારત ના 11 ખેલાડીઓએ ઇંગ્લેન્ડ ની ધરતી પર લોર્ડ્સ ના મેદાન માં 2 વખત વર્લ્ડ કપ જીતી વેસ્ટઇન્ડીઝ ને હરાવી વર્લ્ડ ચેમ્પિયન નું ખિતાબ જીત્યું.


ક્રિકેટ નું ઘર કહેવાય એવા ઇંગ્લેન્ડ ના લોર્ડ્સ ના મેદાન માં ભારત અને વેસ્ટઇન્ડીઝ ની ફાઇનલ મેચ હતી. વેસ્ટઇન્ડીઝ ના કપ્તાન ક્લીવ લોયડે ટૉસ જીતીને ગેંદ બાજી કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં કે. શ્રીકાંત દ્વારા 57 બોલ માં 38 રન કરવામાં આવ્યા, તો એમ. અમરનાથ દ્વારા 80 બોલ માં ફક્ત 26 રન થયા . જયારે ટીમ ના ઓલ રાઉન્ડર કપિલ દેવ, આઝાદ અને આર બિન્ની ને પણ ઠોકર વાગી. ભારત 54.4 ઓવર માં માત્ર 183 રન કરી ઓલ આઉટ થઇ ગયું હતું. 2 વખત વિજેતા વેસ્ટઇન્ડીઝ માટે આ લક્ષ્ય માત્ર હસી મજાક જેવો હતો.


ભારત ના ગેંદબાજ બલવિન્દર સંધુ એ નવા બોલ થી વેસ્ટઈન્ડિઝ ના ઓપનર ગોર્ડન ગ્રીનદીંગે ની 1 રન પર વિકેટ લેતા ભારત ટીમ માં ઉત્સાહ નો માહૌલ જામી ગયો હતો. વિવ રિચાર્ડસ ની વિકેટે સંપૂર્ણ મેચ માં એક વળાંક લાવી દીધો, જ્યાં કપિલ દેવ દ્વારા વિપરીત દિશા માં દોડી કેચ કરવા માં આવ્યો, એ વિકેટ બાદ સંપૂર્ણ મેચ ની દિશા બદલાઈ ગઈ, અને ભારતે 140 રનમાં જ વેસ્ટઇન્ડીઝ ને હરાવી પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન નો ખિતાબ જીત્યો. આ મેચ માં મોહિન્દર અમરનાથ ને મેન ઓફ ધ મેચ નો ખિતાબ મળ્યો હતો.

0 views