• VNM TV

SELECTIVE ACTIVISM સામે પદ્મશ્રી કંગનાનો પુણ્યપ્રકોપ


કર્મશીલોની પણ જુદી જુદી જમાત જોવા મળે છે. દેશના હિતમાં કર્મ કરનારા કર્મશીલો હવે હાંસિયામાં મુકાઇ ચૂક્યા છે , અને પ્રચાર અને પ્રસારના જોરે આંતર રાષ્ટ્રીય સન્માન મેળવનારા કર્મશીલો ની એક જુદી જ જમાત ફૂલી –ફાલી રહી છે.


Writer - Dilip Kumar n Mehta

કેટલાક કર્મશીલો ની કર્મશીલતા પસંદગી ભરેલી હોય છે.

આ પ્રકારના selective activism પ્રત્યે કંગના રનૌત નો પુણ્ય પ્રકોપ જોવા મળ્યો.

કેવળ અભિનય માટે જ નહીં , પરંતુ કંગના એની તેજ તર્રાર વાણી દ્વારા પણ અવાર નવાર ચર્ચામાં રહે છે.

અમેરિકન પોલીસની બર્બરતાનો ભોગ બનનાર ફ્લોયડના સંદર્ભમાં અમેરિકન પોલીસ અને રંગભેદ વિરુધ્ધ ફાટી નીકળેલા વિશ્વ વ્યાપી આક્રોશ અને પ્રતિકારના એક ભાગ રૂપે બોલિવુડની પ્રિયંકા , દિપીકા અને સોનમ કપૂરે પણ ટ્વિટર દ્વારા આ ઘટનાને વખોડી કાઢવાનો પ્રયત્ન કર્યો , પરંતુ , કંગનાએ વળતાં જ પ્રહારે આ 'સેલેબ્સ' ને પ્રતિપ્રશ્ન કર્યો કે “ થોડા સમય પહેલાજ પાલઘર નજીક બે સાધુઓની લીંચિંગ દ્વારા હત્યા કરાઇ ત્યારે તે સમયે આ સેલેબ્સ કેમ મૌન હતા ?”

એવું લાગે છે કે કેટલાક સેલેબ્ઝ માત્ર name and fame માટે જ વહેતી ગંગામાં હાથ ધુએ છે.

કંગના ને આવા selective activism સામે સખ્ત વાંધો છે .

જોકે પાલઘર લીંચિંગ સમયે ફરહાન અખ્તર , રીયા ચઢા, રવિના ટંડન , જાવેદ અખ્તર , અનુપમ ખેર , સ્વરા ભાસ્કર , હંસલ મહેતા , જેવી થોડીક બૉલીવુડ હસ્તીઓ એ સાધુઓ ની નિર્મમ હત્યા ને વખોડી કાઢેલ, પરંતુ ઉપરોક્ત ત્રણેય જાણીતી હસ્તીઓએ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી.

પ્રિયંકા , દિશા પટની , દિપીકા , સોનમ જો ખરેખર રંગ ભેદની નીતિ નો વિરોધ કરવા માંગતી હોય તો તેઓએ બ્યુટી પ્રોડક્ટનું ઉત્પાદન કરતી પોન્ડ્ઝ ,વ્હાઇટ બ્યુટી કે ગાર્નિઅર જેવી કંપનીઓ ના બ્રાન્ડ એમ્બેસેડર્સ ન બનવું જોઈએ એવું પણ ટ્વિટર પર વાંચવા મળ્યું