• VNM TV

ઓનલાઇન શિક્ષણ એ એક ઈ-આફત - By Mayur Bhusavalkar


વૈશ્વિક મહામારી કોરોના ને લીધે દુનિયાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ લગભગ બંધ જ છે,ત્યારે વાલીઓ ને અને વિદ્યાર્થી ઓ ને સાથેજ શૈક્ષણિક સંસ્થાઓ ને અભ્યાસકીય ચિંતા ઉભી થાય એ એક સહજ અને વ્યાજબી ઘટના છે,જો શૈક્ષણિક ને જાળવવાની વાત આવે તો સમય ખુબજ બરબાદ થયી ચુક્યો છે,સમગ્ર ભારત માં 10 અને 12 માં ધોરણ ના વિદ્યાર્થો ને બાદ કરતા લગભગ તમામ ને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે, પરિણામે હવે આગળ ના ધોરણ ની વાત કરીએ તો બજાર બંધ છે,પુસ્તકો મળશે ત્યારે આગળ ના ધોરણ ની તૈયારી શરુ કરી શકાય , આવા બધા મુદ્દાઓ ની વચ્ચે ઓનલાઇન શિક્ષણ નો વિકલ્પ સૌથી વધુ દુનિયા માં,ભારત માં તેમજ ગુજરાત માં ટ્રેન્ડ થતો જોવા મળી રહ્યો છે,સાથેજ મોટા ભાગ ની શૈક્ષણિક સંસ્થાઓ 21 દિવસ ના લોક ડાઉંન જાહેર થતા ઓનલાઇન શિક્ષણ શરુ કરી ચુકી છે, ઓનલાઇન શિક્ષણ માં વિડિઓ લેકચર ના માધ્યમ થી વિદ્યાર્થીઓ ને શીખવાડવામાં આવે છે,અમુક સંસ્થાઓ દ્વારા રીયલ ટાઈમ શિક્ષણ પર પૂરું પાડવામાં આવે છે,સાથે જ વિદ્યાર્થી ના DOUBT પણ ઓનલાઇન જ હલ કરવામાં આવે છે,જયારે TEST પણ ઓનલાઇન લેવામાં આવે છે,સાથેજ ટેસ્ટ નું સોલ્યૂશન સોશ્યિલ મીડિયા માધ્યમ થી મોકલવામાં આવે છે,જયારે અમુક સંસ્થા ધ્વારા તેને રીયલ ટાઈમ મેથડ થી તપાસવામાં આવે છે,અને પરિણામ મોબાઇલ પર મોકલવામાં આવે છે,


શું ઓનલાઇન શિક્ષણ સલામત છે?

જયારે ઓનલાઇન શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર જયારે દર્શાવેલાં આ ચાર 1)YOUTUBE માધ્યમ થી 2)શિક્ષકો દ્વારા વિડિઓ લેક્ચર ને વિદ્યાર્થીઓ ના સોશ્યિલ મીડિયા ગ્રુપ માં મોકલીને 3)વિડિઓ કોન્ફેરન્સીગ દ્વારા 4)સોફ્ટવેર દ્વારા, માધ્યમ પર રિસર્ચ કરવામાં આવ્યું તો આ પ્રકાર ના ફાયદાઓ એન્ડ ગેર ફાયદાઓ સામે આવ્યા.

1)YOUTUBE માધ્યમ:


અગણિત વિડિઓ અપલોડ કરવા માટે નું સૌથી મોટું પ્લેટફોર્મ YOUTUBE છે,જેમાં શિક્ષકો પ્લેલિસ્ટ બનાવીને વિડિઓ ને સર્ક્યુલેટ કરવામાં આવે છે,

ફાયદા:

1) વારંવાર વિદ્યાર્થીઓ અભ્યાસ નું પુનરાવર્તન કરી શકે

2) પોતાના સમય મર્યાદા માં ભણી શકે

3) વિડિઓ જયારે જરૂર પડે ત્યારે ફોરવર્ડ કે બેકવર્ડ કરી શકે

4) કોમેન્ટ સેકશન માં પોતાના અભિપ્રાય લખીને જણાવી શકે

ગેરફાયદા:

1) વિડિઓ જોતી વખતે adware મુશ્કેલી સર્જી શકે

2) એડ્સ અમુકવાર વિદ્યાર્થીઓ ના મન પર માનસિક અસર પણ કરે

3) અમુકવાર વિચલિત વિડિઓ પણ યાદી સ્વરૂપે પ્રદર્શિત થાય છે,જે વિદ્યાર્થીઓ ના ભાવિ માટે ખતરનાક બની શકે

4) youtube લત અમુકવાર કલાસરૂમ સ્ટડી ને પણ અસર કરી શકે છે

5) વિડિઓ માટે ની ટાર્ગેટ ઑડિયન્સ મર્યાદિત ન કરી શકાય


2)શિક્ષકો દ્વારા વિડિઓ લેક્ચર ને વિદ્યાર્થીઓ ના સોશ્યિલ મીડિયા ગ્રુપ માં મોકલીને:

આ એક નવો ટ્રેન્ડ શિક્ષકો માં જોવા મળી રહ્યો છે,જેમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થી ઓ નું સોશ્યિલ મીડિયા પર ગ્રુપ બનાવામાં આવે છે અને નિયત કરેલા સમય મુજબ વિડિઓ ગ્રુપ પર મોકલવામાં આવે છે,સાથેજ ટેસ્ટ પેપર,એસાઇમેન્ટ બધુજ ગ્રુપ પર જ મોકલવામાં આવે છે,

ફાયદા:

1) વિડિઓ પ્રાથમિક તબક્કે ગ્રુપ સુધીજ માર્યાદિત રહે છે

2) ગ્રુપ ડીસકશન પણ થયી શકે છે

3)વધુ સારી રીતે doubt પણ solve થયી શકે છે

ગેરફાયદા:

1) જો આ સોશ્યિલ ગ્રુપ અભ્યાસકીય પ્રવૃત્તિ થી વિપરીત થઈ જાય તો મુશ્કેલી વધી શકે

2) છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ ગ્રુપ બનાવું પડે

3) અમુકવાર એડયુકેશન ના સમય ગ્રુપ માં ચેટિંગ માં પણ બદલાય જાય છે જેથી વાલી ચિંતાતુર બની ગયા છે,

4) ભણતર સમય દરમ્યાન વચ્ચે પ્રદર્શિત થતી નોટિફિકેશન વિદ્યાર્થીઓ ને બેધ્યાન તરફ દોરી જાય છે.


3)વિડિઓ કોન્ફેરન્સીગ દ્વારા:

વિડિઓ કોન્ફેરન્સીગ એ એક નવો ચીલો આજકાલ જોવા મળી રહ્યો છે,સમગ્ર ઇન્ડિયા માં જ્યારથી લોક ડાઉંન થયા પછી સોશ્યિલ મીડિયા પર આવા સોફ્ટવેર ની માંગ વધી ગયી છે,અને ઈન્ટરનેટ બ્રાઉઝિંગ દરમ્યાન સતત એડ્સ પૉપ અપ થતી જોવા મળી રહી છે

ફાયદા:

1) વિડિઓ કેમ્પસ દ્વારા વિદ્યાર્થીઓ ની હાજરી જાણી શકાય

2) નિયત સમય અભ્યાસ નો જ અનુસરી શકાય

3) તેમજ નિયત સમય પત્રક ને અનુસરી શકાય

ગેરફાયદા:

1) જેમાં કેમેરા,ઓડિયો અને લોકેશન ની પરવાનગી અપાતી હોવાથી ડિવાઇસ સલામત રહી શકતો નથી

2) મોબાઇલ કે લેપટોપ સુધી હેકરો પોતાની પહોંચ બનાવી શકે છે

3) બ્રાઉઝિંગ દરમ્યાન કે ઈન્ટરનેટ એકટીવટી દરમ્યાન એડ્સ ના પૉપ અપ વધી જાય છે

4) વિદ્યાર્થી નો ડેટા અસુરક્ષિત વ્યક્તિ ના હાથ સુધી પોહચી શકે છે


4)સોફ્ટવેર દ્વારા:

અમુક નામાંકિત શાળાઓ પોતાના શાળાના નામની જ એપ્લિકેશન તૈયાર કરાવે છે અને તેના વેબક્ષ સુવિધા પણ રાખે છે જે રીતે શાળા નું સમય પત્રક હોય છે તેજ રીતે રોજ વિદ્યાર્થીઓ ને ભણવામાં આવી રહ્યા છે જે મારા મતે સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે

ફાયદા:

1) શાળા ના વિદ્યાર્થીઓ નો ડેટા સલામત રહે છે અને શાળા ની બહાર જતો નથી

2)શિક્ષકો ના વિડિઓ શાળા કેમ્પસ પૂરતા જ મર્યાદિત રહે છે

3)વાલીઓ ને પણ સતત નોટિફિકેશન મળતું રહે છે

4)વિદ્યાર્થીઓના અભ્યાસ દરમ્યાન વચ્ચે એડ્સ કે નોટોફિકેશન આવતા નથી,તેથી વધુ ધ્યાન આપી શકાય છે

ગેરફાયદો:

1) જો શાળા પાસે પોતાનું સર્વર ના હોય તો શાળાનો સમગ્ર ડેટા હેકરો પાસે જઈ શકે છે

રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે કે જો શાળા,કોલેજો કે વિશ્વ વિદ્યાલયો પોતાના પ્લેટફોર્મ વગર ઓનલાઇન શિક્ષણ પૂરું પાડશે તો શાળા નો અને વિદ્યાર્થીઓનો ડેટા ચોક્કસ પણે અસલામત લોકો સુધી પોહચી જશે,જે આવનારા સમય માં ખુબજ મોટી સમસ્યા નોતરી શકે,સાથે વાલીઓ માટે પણ સતત એક ચિંતા ચાલ્યા કરે છે સતત ઈન્ટરનેટ બાળકો ને મુશ્કેલી તો નહીં આપે ને કે એક બાજુ બાળકો માટે ચાલુ સ્કૂલ દરમ્યાન અભ્યાસ માટેનો સમય અને ઈન્ટરનેટ નો સમય મર્યાદિત હોય છે હવે બધુજ ઈન્ટરનેટ પર થયી ગયું,સાથેજ ઓનલાઇન શિક્ષણ દરમ્યાન મોબાઇલ પર આપવામાં આવતી કેમેરા,ઓડિયો અને લોકેશન ટ્રેક પણ મોટી સમસ્યા નડતર રૂપ બની શકશે ,ઓપન સોંર્સ પ્લેટફોર્મ પર પ્રસારિત થતી અશ્લીલ એડ્સ પણ વાલીઓ માટે ચિંતા ના વાદળો ઉભા કરી દીધા છે,અમુક બાળકો પાછા ઓનલાઇન ગેમ તરફ પાછા આકર્ષાઈ રહયા છે, જે વિદ્યાર્થી ઓની માનસિકતા બગાડી રહયુ છે