• VNM TV

દાસ્તાન-એ-કેસર : Part 2 - By Writer - Dilip Kumar N Mehtaગફારભાઈ કુરેશીએ એના 'કેરી કર્મ' દ્વારા જે સફળતા અને સિધ્ધી હાંસલ કરેલ છે એમાં એના પરિવારનું પ્રદાન પણ અનન્ય ગણી શકાય તેમ છે. ગુજરાતમાં અને દેશ-વિદેશમાં કેસરને પ્રખ્યાત બનાવવામાં અગ્રેસર કુરેશી પરિવારને એક સલામ !

ગફારભાઈએ 19 રાજ્યોમાં ફરીને છ કરોડ પ્લાન્ટ્સનો કઈ રીતે અભ્યાસ કર્યો એ કથા ખરેખર ગૌરવવંતી છે!પ્રો.ગુપ્તાના માર્ગ દર્શન અને પ્રેરણા વિના આવું અદભૂત કાર્ય શક્ય જ નહોતું.

ગફારભાઈના પિતાજી નું જ્યારે અવસાન થયું ત્યારે ગફારભાઈની વય માત્ર 14 વર્ષની હતી. એમના પિતાજી જુનાગઢ જિલ્લાના ગીર ના જંગલમાં આવેલ એક નાનકડા ગામના ખેડૂત હતા. ચારેક એકર જેટલી એમની વાડીમાં એક કૂવો હતો અને વાડીમાં 50 અંબા પ્લાન્ટ હતા. આજે ગફાર ભાઈ ની વય 60 વર્ષની છે. એમના ચાર ભાઈઓ અને ત્રણ બહેનો સાથે ગફાર પણ એના પિતાજીને ખેતી કામ માં મદદ કરતો. એમના પિતાજી જ્યારે કોથળો ભરીને શાકભાજી વેચવા માર્કેટ માં જતાં તે ગફાર જોતો. એના પિતાજી માર્કેટ માથી પાછા ફરતા ત્યારે એની સાથે જમવા માટે લગભગ રોજ 4થી 5 માણસો લઈ આવતા. ગફાર ના પિતાજી એના કૂવા માથી બાજુના ખેડૂતોને મફતમાં પાણી પણ આપતા. એમના પિતાજીના દેહાંત બાદ ગફારભાઈએ વધુ ને વધુ પ્લાન્ટ રોપવાનું અને ઉછેરવાનું નક્કી કર્યું. એ જુદા જુદા પ્લાંટ્સ વાવીને પરંપરાગત ખેતી કરતાં , પરંતુ સુયોગે એમને પ્રો. અનિલ ગુપ્તા ને મળવાનું થયું અને ગફારભાઈની કારકિર્દીમાં જાણેકે એક નવો માઈલ સ્ટોન સર્જાયો ! It was a breakthrough for Gafar and also for Indian agriculture ! આઈ આઈ એમ –અમદાવાદના આ અદભૂત પ્રોફેસરે એમને ‘શોધ યાત્રા ‘ માટે પ્રેરિત કર્યા અને અનિલભાઈના આહવાનને સ્વીકારીને ગફરભાઈએ શોધ યાત્રા નો આરંભ કર્યો . પ્રો .ગુપ્તા અને ગફારકુરેશીએ સાથે મળીને શોધ યાત્રા ની શરૂઆત ગફારભાઈની વાડીએ થી જ કરી અને પછી દેશના જંગલો અને ખેતરો ખૂંદી વળ્યા ! એમનું એક જ મિશન હતું . દેશના જંગલો અને ખેતરોમાથી લુપ્ત થઈ રહેલા અલભ્ય છોડવાઓ અને વનસ્પતિઑને બચાવવી અને એ અંગે દેશના કૃષિકારોમાં જાગૃતિ ફેલાવવી. 90 ના દસકમાં કેમિકલ ફાર્મિંગ દ્વારા ફળદ્રુપ જમીન નાશ પામી રહી હતી અને દેશના ખેડૂતોનું ભવિષ્ય પણ ભયમાં હતું ત્યારે તેઓએ આ યાત્રા દ્વારા ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું. શોધ યાત્રાનો એ પણ હેતુ હતો કે ઓર્ગેનિક ખેતી કરી રહેલા ખેડૂતોનો અનુભવ મેળવવો , એમથી કશુક શીખવું અને બીજા ખેડૂતોને એ વિષે માહિતગાર કરવા. વિવિધ પ્રકારની ઓર્ગેનિક ખેતી વિશે બાળકોની જિજ્ઞાષાને પ્રોત્સાહિત કરવી એવું પણ આ ટિમ ઇચ્છતી હતી. શોધ યાત્રા કેટલાક એવા માણસો ને મળવા ઇચ્છતી હતી જેઓ પોતાની presence of mind અને જન્મ જાત કૌશલ્યો દ્વારા સમસ્યાઓ નું સમાધાન કરી શકે. આવા લોકો ના જ્ઞાન નો સંગ્રહ કરવો અને લોક સમૂહ સુધી પહોંચાડવું એવી શોધ યાત્રિકો ની ભાવના હતી. ઝડપથી ભુલાઈ રહેલા આવા પરંપરાગત જ્ઞાન / કૌશલ્યો નું સંપાદન કરવું , અને જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે સંવાદ નો સેતુ સ્થાપવો એવો પણ આ ટિમ નો મકસદ હતો. પાંચ તાલુકા , ત્રણ જિલ્લા અને 47 ગામોને આવરી લેવાના હેતુ સાથે શોધ યાત્રાના પ્રથમ ચરણ નો પ્રારંભ 15 મે , 1998 ના દિવસે થયો અને 23 મે ના રોજ શ્રી જે સી કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ , ગઢડા ( ભાવનગર જિલ્લો ) ખાતે સંપન્ન થયો. શોધ યાત્રા દરમ્યાન કાલાવડ , ખીજડીયા , પ્રેમપરા અને વડેરા ગામોએ બાયો ડાયવર્સિટી વિષયક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાઓમાં વિધ્યાર્થીઓને ગામમાં પેદા થતાં વેજીટેશનના સેમ્પલ શોધી કાઢવાનું અને એને કાર્ડ બોર્ડ પર લગાડવાનું અને એના વિવિધ ઉપયોગ ની યાદી પણ લગાડવાનું કહેવામા આવેલું. સેમ્પલ અને એના ઉપયોગની યાદી લાવનાર પ્રત્યેક સ્પર્સ્ધક ની મૌખિક પૃચ્છા બાદ અસરકારક રજૂઆત અને પ્રદર્શન કરનારને યોગ્ય ઈનામ અને પ્રમાણ પત્ર દ્વારા સન્માનીત કરવામાં આવતા.આ પ્રોગ્રામમાં ઘણા બધા ગ્રામ વાસીઓ પણ જોડાયા ! મૈ અકેલા હી ચલા થા.... લૉગ આતે ગયે , કારવાં બનતા ગયા. આ શોધ યાત્રા દરમિયાન ગફારભાઈભાઈ અને પ્રો .ગુપ્તાની ટીમને ઇનોવેટિવ –સર્જનાત્મક અને મૌલિક , નવું વિચારનારા ઘણા ખેડૂતો મળ્યા ! ગ્રામ સભાઓ દ્વારા પણ અનેક વિધ નવી માહિતી મળતી ગઈ. આ બધા આઇડિયા નું દસ્તાવેજી કારણ કરવામાં આવ્યું. શોધ યાત્રા ના યાત્રીઓ રોજ નું 16 થી 40 કિલોમીટર પદ યાત્રા કરતાં. ગીર થી ગઢડા દરમ્યાન એ લોકોએ અમરેલી નજીક બાબાપુર નજીક 225 વર્ષ જૂનું લીમડાનું વૃક્ષ પણ જોયું . એક મિશન ને જ્યારે મેનેજમેંટ નો સ્પર્શ થાય ત્યારે જે સર્જાય છે એની વધુ કથા હવે પછી