• VNM TV

પી એમ ને ઘેર પારણું ! By Dilip Kumar N Mehtaક્ષુબ્ધતાના આંદોલનો વચ્ચેથી પણ ક્વચિત આનંદનો OTP જડી જાય ત્યારે મન વિચારે ચડી જાય છે . 'ક્ષણજીવી આનંદ' ની આ ક્ષણો પણ મારી ક્ષુબ્ધતા ને ઘડીભર શાતા આપી જાય છે , બાકી હવે આજની અખબારી યાદી જાણેકે ગઇકાલની યાદીની ઝેરોક્સ કોપી હોય એવું જ લાગ્યા કરે છે ! ફક્ત નામ અને ગામ બદલાતા રહે છે , પરંતુ સમાચારો તો એના એના જ રહે છે !

વેલ , આ કોઈ જોક નથી . પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોહ્ન્સન ના ઘેર હવે પારણું બંધાશે ! પી એમ ના ઘેર પારણું બંધાવાના સમાચારે સમગ્ર બ્રીટનને જિજ્ઞાશા , જુગુપ્સા અને ચર્ચા ના વંટોળમાં ઝાલ્યું છે . ઇન્સ્ટાગ્રામની શેરીઓમાં આજકાલ આ યુગલ અને એના ભાવિ સંતાનોના વધામણાં જરાક જુદી રીતે પડઘાઈ રહ્યા છે !


વાત એમ છે કે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોહ્ન્સન ની પ્રેયસી ( પાર્ટનર) હવે પ્રેગ્નંટ છે અને બેબી બંપ ની તૈયારીમાં છે . લંડનની શેરીઓમાં અત્યારે તો આ બેબી બૂમ સંભળાયા કરે છે . પંચાવન વર્ષીય પ્રધાન મંત્રી શ્રી અને એકત્રીસ વર્ષીય એમની પ્રેયસી કેરી સાયમંડે ગયા શનિવારે જ જાહેરાત કરીકે " અમે હવે વિવાહિત છીએ અને આ ઉનાળામાં એક બાળક ની આશા રાખી રહ્યા છીએ " નવ દંપતીએ બીબીસી ના પત્રકારને એ પણ જણાવ્યુ કે "આ સમાચાર જણાવતા અમને ખૂબ જ આનંદ થયો છે . 10 ડાઉનિંગ સ્ટ્રીટ ના આ નિવાસમાં આ અગાઉ સન 2000 માં ટોની બ્લેર અને તેની પત્ની કેરી એ એક પુત્ર ( લીયો ) ને જ્ન્મ આપ્યો હતો . પ્રધાન મંત્રી નિવાસમાં પગ મૂકનાર જોહનસન અને સાયમંડ પહેલું અપરિણીત યુગલ હતું . સાયમંડ નું આ પહેલું સંતાન છે જ્યારે આપણાં બોરિસ સાહેબ ને પ્રથમ પત્નીથી ચાર સંતાનો થયેલા છે તથા એક સંતાન લગ્નેતર સંબંધ દ્વારા થયેલ છે. સાયમંડ ના બેબી બંપના સમાચાર સાંભળી ઇન્સ્ટાગ્રામ અભિનંદન થી છલકાઈ ગયેલ છે . ટ્વિટર પર અભિનંદન વર્ષા કરતાં નેટિઝન્સ લખે છે : 'Congratulations johnson on your 5th kid" બીજા એક સંદેશમાં લખેલ છે " Congratulations Boris on your 4th.8th, or 17th .kid " જોહ્ન્સન ની હળવી મજાક ઉડાવતા આવા મેસેજ પાછળ એક કારણ એ પણ છે કે 2019 માં જોહનસનને એક પત્રકારે એમનાસંતાનો ની સંખ્યા વિષે પૂછેલું જેનો જવાબ એમણે ટાળેલો ! સાયમંડ અને એમના ભાવિ લગ્ન જીવન ,ફેમિલી પ્લાનિંગ વગેરે પ્રશ્નો ના જવાબ પણ એમણે ટાળેલા. જેમના દેખાવ જેવુ જ લઘર વઘર જીવન જીવનારા આ પ્રધાન મંત્રી ફરી પિતા બની રહ્યા છે એ સમાચારે સોશિયલ મીડિયાપર સ્વસ્થ હાસ્ય પૂરું પાડ્યું છે. જોહ્ન્સન અવાર નવાર બ્રિટન અને તેમાં પણ વિશેષતઃ ઈંગ્લેન્ડ અને વેલ્સ ના જ્ન્મદર વૃધ્ધિ વિષે પોઝિટિવ ધારણાઓ કરતાં રહ્યા છે પરંતુ એમની ધારણાથી ઉલ્ટા જ પરિણામો આવી રહ્યા છે . ઈંગ્લેન્ડ અને વેલ્સનો જ્ન્મ દર 2013 માં નીચે ગયેલો . હજુ તો બે સપ્તાહ પહેલા જ પ્રધાન મંત્રી શ્રી એમની પ્રથમ પત્ની સાથે નાણાકીય બાબતો અને અન્ય પેપર્સ પર સહી સિક્કા કર્યા છે . દેશનો પ્રધાન મંત્રી પોતાના નવજાત શિશુને પારણે ઝૂલવતાં ઝુલાવતા હાલરડાં ગાતો હોય એ દ્રશ્ય જ કેટલું અદભૂત હશે ! પાર્લામેન્ટ માથીસીધા જ ઘરે આવીને સંતાનનું ડાઇપર એક પ્રાઇમ મિનિસ્ટર પિતા બદલે એ કદાચ પશ્ચિમ માં જ બને હો ! બે દીકરા અને બે દીકરીનો બાપ હવે ફરી એક વાર નવજાત શિશુને રમાડશે ! ધન્ય ધન્ય !


- Dilip Kumar N Mehta