• VNM TV

સાયબર ક્રિમિનલ્સ તેમજ ઈન્ટરનેટ માફિયાઓ થી બચવા સર્ચ એન્જિન માં આ બાબતો ક્યારેય સર્ચ ન કરવી


Mayur Bhusavalkar - Writer

આજના સમયમાં નાનામાં નાની માહિતી થી કોઈ પણ મોટા કાર્ય ની માહિતી જો મેળવવી છે તો સૌથી પેહલા તો નામ ગૂગલ જ યાદ આવશે,નાના બાળકો થી માંડીને મોટા પ્રોફેશનલ લોકો પણ કોઈ પણ કાર્ય ની જાણકારી મેળવવા માટે માત્ર ગૂગલ જેવા સર્ચ એન્જિન નો જ ઉપયોગ કરે છે,તેમજ નાના બાળકો કોઈ પણ માહિતી માટે માત્ર ગૂગલ ચાચા ને જ યાદ રાખે છે,પરંતુ શું ગૂગલ સર્ચ સેફ છે?શું ગૂગલ પરથી બધુજ સાચું પ્રાપ્ત છે? જો આ બધા પ્રશ્નો નો જવાબ હા હોત તો શા માટે ચાઇના અને રશિયા એ ગૂગલ ને પ્રતિબંધિત કર્યું?

જયારે માહિતી મેળવવા માટે આપણે ગૂગલ કરીએ છીએ ત્યારે ગૂગલ તમે જે કી વર્ડ સર્ચ કરવા માંગો છો ,તે દુનિયા ની જેટલી પણ વેબ સાઈટ પર હશે તે તમામ વેબ સાઈટ ની યાદી તમારી સામે મૂકી દેશે,કી વર્ડ ને આધારે તમને અલગ અલગ વેબ સાઈટ ની લિંક દેખાશે અને એ લિંક ને આધારે દુનિયા ની લાખો કરોડો વેબસાઈટ ની યાદી તમારા ડિવાઇસ પર ઉપલબ્ધ હશે,ગૂગલ જાતે કશુંજ ડેવલોપ નથી કરતુ હોતું તે તો માત્ર એક સર્ચ એન્જિન છે,પરંતુ દુનિયા નો 90% વર્ગ આજે પણ ગૂગલ સાથે જ જોડાયેલ છે,અને રહેશે જ ,બસ આ જ બાબતો ને ગંભીરતાથી લઈ ને સાયબર ક્રિમીનલ ગૂગલ અલ્ગોરિધમ નો ફાયદો ઉંચકીને પોતાના દ્વારા બનાવેલ મેલિસીયસ વેબસાઈટ પર લોકો ને લઈ જઈ ને લોકો ને છેતરી રહયા છે,લોકો ના ખિસ્સા ખાલી કરી રહયા છે,તેમજ લોકો ને ઈન્ટરનેટ રૂપી માહિતી ના સાગર માં ડુબાડી રહયા છે,અને લોકો દ્વારા કરવામાં આવતી સર્ચ ને આધારે જ મુશ્કેલી સર્જી રહયા છે,મોટા ભાગે લોકોએ અમુક બાબતો ને ગૂગલ જ નહિ પરંતુ કોઈ પણ સર્ચ એન્જિન જેવા કે લાયકોસ ,હૉટબોટ,અલ્ટાવિસ્ટા, ઈન્ફોસિક,સ્પીચબોટ અને બીજા અનેક પરથી સર્ચ કરવી જોઈએ નહિ,


1)કસ્ટમર કેર નંબર

સર્ચ એન્જિન પર કસ્ટમર કેર નંબર નો સર્ચ એ આખી દુનિયા માં જોવા મળતો એક સૌથી મોટો કાંડ છે,સાયબર ક્રિમિનલ્સ મોટા ભાગની સર્વિસ આપનાર કંપની ના નામથી ખોટા નંબર દર્શાવતી ડુપ્લીકેટ વેબસાઈટ બનાવી દે છે અને ત્યારબાદ કંપની ના જ સર્વિસ આપનાર તરીકે ઓળખ ધારણ કરીને લોકો ને છેતરે છે,અમુક વાર તો એવું પણ જોવા મળે છે કે એક જ કંપની ના એક થી વધુ હેલ્પલાઇન નંબર જોવા મળે,


બચવાના ઉપાયો


1)કસ્ટમર કેર નંબર માત્ર કંપની ની ઓરિજિનલ વેબસાઈટ પરથી જ લેવો જોઈએ

2)જો એક થી વધુ હેલ્પલાઈન નંબર જોવા મળે તો વેબસાઈટ સાથે તેની ખાત્રી કરી લેવી જોઈએ અને ત્યારબાદ જ કોઈ વ્યવહાર કરવો જોઈએ


2)પોર્ન વેબસાઈટ કે સાહિત્ય ન શોધવું

જયારે સર્ચ એન્જિન પર કોઈક યુઝર દ્વારા પોર્ન વેબસાઈટ અને પોર્ન સાહિત્ય શોધવામાં આવે છે ત્યારે તે યુઝર ને ઘણી વેબસાઈટ પર રી ડાયરેક્ટ કરવામાં આવે છે,તેમજ ઉત્સુકતા દર્શવતા વિડિઓ કે ફોટો દર્શાવીને યુઝર ની ઉત્સુકતા વધારવામાં આવે છે,ત્યારબાદ તેને વેબસાઈટ પર રજીસ્ટ્રેશન માટે ફરજ પડાવવામાં આવે છે,અને એકવાર રજીસ્ટર થયા બાદ તેને અલગ અલગ ડેટિંગ સાઈટ સાથે જોડી દેવામાં આવે છે,ઉત્સુકતા અને કામુક્તા માં યુઝર ઘણા રૂપિયા ગુમાવી બેસે છે,અને સાયબર ક્રિમિનલ્સ તેના વિડિઓ અને ફોટા ને વાયરલ કરવાની ધમકીઓ આપીને તેને બ્લેકમેઇલ પણ કરે છે,


3) ફ્રી સોફ્ટવેર

ખાસ કરીને લોકો મોબાઇલ તેમજ કમ્પ્યુટર માટે લાયસન્સ સોફ્ટવેર નો ઉપયોગ કરવાને બદલે ફ્રી સોફ્ટવેર નો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે,પરિણામે અમુક વાર તો ઓરિજિનલ કે લાયસન્સ સોફ્ટવેર ના ક્રેક વર્ઝન પણ નેટ પરથી શોધતા હોય છે,પરંતુ આવા સોફ્ટવેર 100% નહીં પરંતુ 1000% વાયરસ ઇન્ફેકટેડ હોય છે,જે મફત માં સોફ્ટવેર આપીને તમારા મોબાઇલ કે કમ્પ્યુટર માં પ્રવેશ મેળવી લે છે અને તમારી જીવન ભર ની મેહનત પર પાણી ફેરવી દે છે


4)તમારા લોકેશન ની ભાળ મળે એવી કોઈ બાબત શોધવી જોઈએ નહિ

કોઈ પણ સર્ચ એન્જિન જયારે તમારા લોકેશન ની ભાળ મેળવી લે છે ત્યારે તે લોકેશન વિસ્તાર માંથી સર્ચ એન્જિન સાથે ધંધાકીય રીતે જોડાયેલ વેપારી ઓની એડ્સ સતત પૉપ અપ થતી હોય છે,પરિણામે જયારે યુઝર સોશ્યિલ મીડિયા કે બ્રાઉઝિંગ નો ઉપયોગ કરતો હોય તો પણ આવી વણગમતી એડ્સ તેને તેના કાર્ય માં સતત મુશ્કેલી ઉભી કરે છે અમુક વાર તો એડ્સ ને લીધે પણ મોબાઇલ અને કમ્પ્યુટર માં સાયબર ક્રિમિનલ્સ દ્વારા વાયરસ ઘુસાડવામાં આવે છે.


5)હથિયાર ક્યાંથી મળશે અને બૉમ્બ કેવી રીતે બનાવવો

આજે આખું વિશ્વ આતંકવાદ થી ત્રાહિમામ છે,ત્યારે વિશ્વ ની સરકારો એ ભેગાં થઈને આતંકવાદ ને લગતા કી વર્ડ ની યાદી બનાવી છે,અને જો કોઈ માત્ર કુતુહુલ માટે પણ આવા કી વર્ડ જેમકે હથિયાર ક્યાંથી મળશે અને બૉમ્બ કેવી રીતે બનાવવો, જો કોઈ પણ સર્ચ એન્જિન માં ટાઈપ કરે તો તે તમામ સુરક્ષા એજ્નસીઓ ના નિશાના પર આવી જાય છે,અને તેનું આઈપી એડ્રેસ ટ્રેક થવાનું શરૂ થઈ જાય છે તેમજ અમુક સંજોગોમાં ગૂગલિંગ કરનાર ની પૂછતાંઝ પણ થઈ શકે છે,અને જો તે દરમ્યાન સુરક્ષા એજ્નસીઓના પ્રશ્ર્નો નો યોગ્ય જવાબ ના આપી શકાય તો મુશ્ક્લીઓ વધી શકે છે


6)ચાઈલ્ડ પોર્નોગ્રાફી ને લગતી શોધ કરવી

ચાઈલ્ડ પોર્નોગ્રાફી ને લગતી જો વિગતો શોધવામાં આવે કે તેને લાગતું સાહિત્ય કે ફોટો સર્ચ એન્જિન માં શોધવામાં આવે કે ડાઉનલોડ કરવામાં આવે તો પણ શોધ કરનારનું આઈપી એડ્રેસ ટ્રેક કરવામાં આવે છે,તેમજ ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતી કોઈ વિગત અપલોડ કરવામાં આવે કે કોઈ માધ્યમ થકી સર્ક્યુલેટ કરવામાં આવે તો તે ગુનાપાત્ર છે


7)પોતાની માહિતી ન શોધવી

અમુક લોકોને કુતુહલતા હોય છે કે લાય જરા શોઘી ને જોઈએ કે તેમનું નામ સર્ચ એન્જિન માં ક્યાં ક્યાં જોવા મળે છે ,પરિણામે કુતુહલતા વશ સર્ચ એન્જિન માં નામ દાખલ કરે છે,સાથેજ પોતાનો મોબાઇલ નંબર ,જન્મ તારીખ,ઇ -મેઈલ સરનામું વગેરે પણ પરંતુ સર્ચ એન્જિન આ આખા નામને પોતાના ડેટાબેઝ માં સંગ્રહ કરી લે છે,અને કદાચ ભિવષ્ય માં કે નજીકના સમય માં ઉપયોગ કર્તા માટેનો સમય કપરો બની શકે ,કારણકે આજનો સમય ઇન્ફોરમેશન ટેકનોલોજી ને બદલે ડેટા ટેકનોલોજી નો બનતો જાય છે,અને તેથીજ જેની પાસે વધારે ડેટા હશે તે સૌથી વધુ શક્તિશાળી કહેવાશે ,જે ડેટા નો દુરુપયોગ પણ થયી શકે છે,


8)બીમારી ને લગતી વિગતો અને નુશકાઓ

બીમારીને લગતી વિગતો કે નુશકાઓ ક્યારેય સર્ચ એન્જિન આધારિત ન શોધવા જોઈએ જો કોઈ બીમાર વ્યક્તિ આવી બેદરકારી જો વોહરે તો તે મૃત્યુ ને વહારે પણ જઈ શકે છે,કારણકે મેડિકલ રિપોર્ટ પ્રમાણે આવી સર્ચ એન્જિન પર ઉપલબ્ધ માહિતી 60% સુધી ખોટી હોઈ શકે છે,


9)કોઈ વેબસાઈટ પર આવેલ વિગતો કે રિસર્ચ

અમુકવાર અજાણતા આપણે વિવિધ વેબસાઈટ ની મુલાકાત લઈએ છીએ તેના પર આવેલ કન્ટેન્ટ તેમજ ફોટા ને અલગ અલગ માધ્યમ પર શેર કરીએ છીએ અમુકવાર બીજાના રિસર્ચ ને પોતાના નામથી પબ્લિશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે કોપી રાઈટ એક્ટ અન્વયે મુશ્કેલી ઉભી થઈ શકે છે,


10)ગર્ભપાત કેવી રીતે કરવું

આજે ગર્ભપાત કેવીરીતે કરવું એના ઘર ગથ્થુ નુસકા શોધવા,ગર્ભપાતએ સર્ચ ટર્મ ખાસ કરીને સર્ચ એન્જિન માં સૌથી વધુ ટ્રેન્ડ કરી રહ્યું છે,સરકાર જયારે પુરુષ અને મહિલાઓ ના બર્થને એક સમાન કરવાનો પ્રયતન કરી રહ્યું હોય ત્યારે આ બધી બાબતો સર્ચ કરનારને મુશ્કેલીમાં નાખી શકે છે,સરકાર ખાસ કરીને આવા કી વર્ડ સર્ચ કરનારપર ધ્યાન રાખી રહી છે,

દુનિયામાં ઉપલબ્ધ તમામ સર્ચ એન્જિન ઉપયોગકર્તા પર બાજ નઝર રાખી રહ્યા છે,તેનો અનુભવ દરેક ને કયારે ને ક્યારે થયો જ હશે જેમકે સર્ચ એન્જિન પર કોઈ પ્રોડક્ટ જો શોધવામાં આવે તો તેના પછી સતત 15 દિવસ સુધી તે પ્રોડક્ટ તમામ ઈન્ટરનેટ એકટીવીટી દરમ્યાન વચ્ચે પૉપ અપ થાય છે અને સતત હેરાન પરેશાન કરે છે,ખાસ કરીને સર્ચ એન્જિન ને યુઝર ની બધી એકટીવીટી નો ખ્યાલ હોય છે,તમે ક્યારે ઉઠો અને ઊંઘો છો ,કોને મળો છો ક્યાં રસ્તે તમે વહન કરો છો તમારી પસંદ નાપસંદ શું છે? તમે ક્યાં સ્થળો ની સતત મુલાકાત કરો છો આવી દરેક કે દરેક વસ્તુ ની ટ્રેકિંગ સર્ચ એન્જિન કરેછે.સાથેજ ઉપર જણાવેલ 10 એકટીવીટી ને પણ ટ્રેક કરે છે,બને ત્યાં સુધી એ 10 એકટીવટી ક્યારેય સર્ચ એન્જિન માં શોધવી ન જોઈએ.