• VNM TV

And now over to #VPLT10,If not #IPL - By Dilip Kumar N Mehta


Yes, play is suspended world over. સ્ટેડિયમ્સ ખાલી છે , જિમ્નેશિયમ ખાલી છે, ટેનિસ કોર્ટ્સ ખાલી ખમ દેખાય છે, સ્વિમિંગ પુલ્સ ખાલી છે, કોરોનાએ દુનિયાને જાણે કે સ્ટેચ્યું બનાવી દીધી છે!

The world is suspended! પરંતુ, આ પોસ્ટ લખી રહ્યો છું ત્યારે કેરેબિયન સમુદ્ર તટે આવેલ ધ એરનોસ વેલ સ્પોર્ટિંગ કોમ્પ્લેક્સ ( The Arnos Vale sporting Complex)માં આજથી વિન્સી પ્રીમીયર લીગ રમાઈ રહી છે! Yes, નવા ખૂન થી અને નવા ઉમંગથી #post #corona #cricket જોવા મળશે ! પોસ્ટ કોરોના ક્રિકેટ કેવું હશે ?


એક લાંબો નેકલેસ હોય એવો આ દ્વીપ સમૂહ એના પ્રાકૃતિક સૌંદર્ય માટે પણ વિશ્વ વિખ્યાત છે. આ 32 દ્વિપો માથી માત્ર 9 દ્વિપોમાં જ માનવ વસાહત આવેલી છે , જેમાંથી 4 દ્વીપ તો ખાનગી માલિકીના રિસોર્ટ્સ છે. 370 ચોરસ કિલોમીટર ના વ્યાપ ધરાવતા આ કેરીબિયન ટાપુઓ પર માત્ર 1, 10000 જેટલી માનવ વસ્તી છે, તેથી અહી કોવીડ19 નો કહેર નહિવત છે. અત્યાર સુધીમાં માત્ર 18 જેટલા માણસોનો ટેસ્ટ પોઝિટિવ આવેલ છે , જેમાથી 14 જણ તો કોરોના મુક્ત થઈ ગયા છે. ક્રિકેટના કિડાઓને પણ યાદ નહીં હોય કે આ ગ્રાઉંડ ( The Arnos vale spoerting comlex)પર છેલ્લામાં છેલ્લી ટેસ્ટ મેચ 2014 માં યોજાયેલી જે બાંગલાદેશ સામે હતી. આ ટાપુઓ માથી બહુ ઓછા ક્રિકેટરો બન્યા છે. માત્ર 9 ક્રિકેટર્સ જ વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમ્યા છે. કેટલાક નામો જેવાકે સુનિલ એંબ્રિસ , બટલર , કેમરોન કૂફી , અલ્ફંઝો રોબર્ટ વગેરે. આ ટાપુની કેરીબિયનપ્રીમીયર લીગમાં પોતાની ટિમ પણ નથી, પરંતુ આ સ્ટેડિયમ દુનિયાના કેટલાક સૌથી સુંદર સ્ટેડિયમ્સમાં ગણાય છે. એ કેરીબિયન સમુદ્ર ની બિલકુલ નજીક છે. બ્રાયન લારા એ આ સ્ટેડિયમ માથી અનેક સિક્સર્સ ફટકારીને એકાદ ડઝન બોલને સમુદ્રમાં ફેંકી મોકલી આપ્યા છે !


હવામાન ખૂબ સરસ હોય છે , મ્યુઝિક અને ડ્રમ ના તાલ પર નાચતા ક્રિકેટ પ્રેમીઓ મેચને વધુ રસિક બનાવે છે. હાલ પૂર્વ ખેલાડી મેક લીન નેટ પ્રેક્ટિસ માથી ટાઈમ કાઢીને કહે છે કે “ જૂની આદતો પીછો તો છોડવાની નથી જ , પણ , ધીમે ધીમે સભાન બનવું પડશે “ મેચ ક્રાઉડ વિષે એ કહે છે “ અમારે ત્યાં લોક ડાઉન નથી એટ્લે દર્શકો તો થવાના. પરંતુ , અમે ખાસ ઓછી ટિકિટ રાખી છે જેથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાય. એશિયન વ્યૂઅર્સ ને ધ્યાનમાં રાખીને અમે સવારના 8:30 નો ટાઈમ રાખ્યો છે. કોવિદ19 ને લગતી બધી જ સાવચેતી સાથે અમે આ લીગ શરૂ કરી રહ્યા છે. 80 જેટલા ખેલાડીઓ અને સ્ટાફ , બધા જ 10 દિવસ આ સ્ટેડિયમ પર જ નિવાસ કરશે . દર્શકોને સ્ટેડિયમ સુધી આવવા માટે બસો ની વ્યવસ્થા છે. ખેલાડીઓ એ રમતના મેદાન સિવાય માસ્ક પહેરવો ફરજિયાત છે.”

દુનિયા જાણેકે ઘોર તંદ્રા માથી આળસ મરડીને બેઠી થઈ રહી હોય એવું લાગે છે! Best of Luck , Dear Players !