• VNM TV

આલિયા & અલાયા : એક અવલોકન - PART:2 - By Dilip Kumar N Mehtaઅલાયા ફર્નિચરવાલાની ડેબ્યુ ફિલ્મ ‘જવાની જાનેમન’ને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, પરંતુ એની એક્ટિંગ ની સારી એવી પ્રશંસા થઈ રહી છે. બોલિવુડમાં સંઘર્ષ કર્યા સિવાય તો ભાગ્યેજ બ્રેક મળે છે. બોલિવૂડનું જ સંતાન હોવા છતાં અલાયાને પણ સંઘર્ષ તો કરવો જ પડ્યો છે , તેમ છ્તા પૂજા બેદી ની દીકરી હોવાનો ફાયદો તો એને જરૂર મળ્યો જ છે , અને એ અંગે એ સ્પષ્ટ કબૂલે છે કે “ હા ,Nepotism તો કામ કરે જ છે , અને એનાથી તમે છટકી શકો નહીં. આપણને એ ખ્યાલ હોવો જ જોઈએ કે આપણાં સંઘર્ષ માં પણ આપણે લાભન્વિત છીએ. જો 10 ઓડિશન્સ માં મને રિજેક્સન મળ્યું હોય , તો કોઈ બીજી વ્યક્તિને 100 ઓડિસન્સ પછી પણ દૂર દૂર કોઈ સંભાવના ન દેખાતી હોય. એમનો સંઘર્ષ આપણાં કરતાં વધુ છે જ . પરંતુ , હું લાભાન્વિત છુ , મને મારા પરિવારની ઓળખ અને આબરૂનો લાભ મળ્યો છે એનો અર્થ એ પણ નથી કે મારે સખત પરિશ્રમ ન કરવો.” જમનાબાઈ નરસી વિદ્યાલય –મુબઇની આ છાત્રાએ એની પહેલી ફિલ્મ પહેલા ન્યૂયોર્કની ‘ન્યુયોર્ક ફિલ્મ એકેડેમી ‘ માથી એક્ટિંગ નો ડિપ્લોમા પણ પૂરો કરેલો. અલાયા કથક અને contemporary ડાન્સર તરીકે પ્રશિક્ષિત છે.

Writer Dilip Kumar N Mehta

ઓમર ફર્નિચર વાલા એમનો નાનો ભાઈ છે, અને એક બીજો અડધો ભાઈ ઝાન ફર્નિચર વાલા પણ છે. અને હવે જ્યારે એની માતાએ 16 વર્ષના ડિવોર્સ કાળ પછી ગયા વર્ષે પુનર્વિવાહ કર્યા છે ત્યારે અલાયાને બીજા અડધા siblings પણ મળ્યા જ હશે ! (ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં આવું સામાન્ય છે, અને હવે તો આવું મેટ્રો કલ્ચરમાં પણ વર્ષોથી જોવા મળે છે.)

બહુમુખી પ્રતિભાવાન પૂજા બેદી એ 2019 માં માણેક કોન્ટ્રાક્ટર સાથે લગ્ન કર્યા ત્યારે ઈન્ડિયા ટૂ ડે ને કહેલું : "Each and every relationship that I've been in since has added so many dimensions and colour to my life. Most people look back at their past and are filled with regret or pain. I look back with so much gratitude, for good times shared and also, most importantly for teaching me what I don't want or will not accept. I grew up in times where the word "compromise" was integral to relationships and it was mainly women who bent and even broke just to hold onto their marriages. I always chose to want my life and relationships to be empowering to both individuals. I felt it so important to recognise that people enter each others' lives at various stages to add to their respective journeys. "With every new relationship, I've always wondered if, "this is the one, and with the hope that it translates into the person I'm meant to sail away into the sunset with. When you finally meet that person, you don't hope it, you just simply know it,". એમના soul mateની શોધમાં એમણે કેટલા પુરુષો સાથે સહજીવનના પ્રયોગો કર્યા હશે એ તો પુજા જ જાણે ! અને એમાં એણે કશું ખોટું કર્યું હોય એવું નથી લાગતું , પરંતુ , આવી objective feelings મને પૂજાના કેસમાં થાય છે એવી કદાચ અંગત ઘટનામાં ન પણ થાય ! ફિલોસોફી /આદર્શવાદ એક વાત છે અને વાસ્તવિકતા બીજી બાબત છે. આપણાં પરિવારમાં પુજા જેવી કોઈ સ્ત્રીને આપણે કેટલી હદ સુધી સંવેદી શકીએ , આવકારી શકીએ કે ચાહી શકીએ એ ખુલ્લા મને જાતને પૂછવા જેવો પ્રશ્ન છે.

ખેર, 5-6 વર્ષના સંબંધ પછી એને માણેક માં સાચા હીરાના દર્શન થયા છે. અલાયાએ એની મમ્મીને આટલા વર્ષો સુધી ઈમોશનલ સંઘર્ષ કરતાં જોઈ જ હશે , અને NO COMPROMISE ના એમની મમ્મીના મંત્ર ને આત્મશાત કરવાની કોશિશ પણ કરી હશે. જિંદગી થી મહાન બીજી કોઈ પાઠશાળા નથી. સંતાનના જીવનમાં એના માત-પિતા , પરિવાર , પરિવારિક ઉછેર , શાળા , મહાશાળા .. અને ‘જિન્સ’ કામ કરતાં જ હશે , અને એટ્લે અલાયા કહે છે કે “ My confidence comes from the fact that I have grown up in a family that’s outspoken” અલાયાકહે છે “ લોકોને . અને મને પણ મારા વ્યક્તિત્વમાં મારા નાનીમાં અને મારી મમ્મીના વ્યક્તિત્વના shades દેખાય છે.” અલાયાના મે ચાર ઇન્ટરવ્યુ જોયા , પરંતુ એમના પાપા વિષે એ ક્યાય કશું બોલી હોય એવું જોવા ન મળ્યું. એમના પાપા અંગે એમના મનોભાવો –લાગણી વિષે જાણવાની ઉત્સુકતા રહે જ છે. 2003 બાદ , પૂજા બેદીના ડિવોર્સ પછી એ સ્વાભાવિક રીતે એની મમ્મી ની કસ્ટડીમાં જ હશે, પરંતુ એ વિગતો ઠીક છે. આ દુનિયામાં જન્મ લેનારું બાળક એનું ભવિષ્ય સાથે જ લઈને આવતું હોય છે. ઉત્તમ તાલીમ , ઉત્તમ ઉછેર , ઉત્તમ સ્કૂલ્સ /કોલેજ , ઉત્તમ પર્યાવરણ પછી પણ 100% સફળતા ની કોઈ ખાત્રી નથી હોતી. પ્રત્યેક માતા પિતા એમના સંતાનના સુખી ભવિષ્ય માટે ઉત્તમ સગવડતાઓ , સંસ્કાર આપવા યથાશક્તિ પ્રયત્નશીલ હોય જ , તેમ છતાં ભવિષ્ય ની કોઈ ચોક્કસ ગેરેન્ટી નથી હોતી. આપણે ધારીએ એવું જ બધુ બને એવું નથી. અલાયા કહે છે “ ઘણું બધુ તાલીમ /તૈયારી થી આવ્યું છે , તો ક્યાંક નાની અને મમ્મી પાસેથી મળ્યું છે. મારી નાની એના જમાનાથી ઘણી આગળ હતી . અત્યારના યુગને સલામ , પણ , મારી નાની તો કદાચ આ જમાનથી પણ આગળ હતી,મારી મમ્મી પણ એના સમયથી આગળ હતી, but I ‘m the tamest of all “ અત્યારની પેઢીમાં જે આત્મવિશ્વાસ છલકાય છે એ જોઈને જરૂર મને તો શ્રી અરવિંદનું એક સુવાક્ય યાદ આવે કે “ The future belongs to the young” સંઘર્ષ ને જ ગુરુ માનનારી અને જીવનને જ પાઠશાળા તરીકે સ્વીકારનારી આ પેઢી ને સલામ! Pooja Bedi એની સિને કારકિર્દીમાં કેટલી સફળ –અસફળ રહી એ મહત્વ નું નથી , પરંતુ , પોતાની શરતે જીવન જીવનારા કેટલા? જીવનમાં તમારે ક્યાંક સમાધાન કરવા પડે એ સાચું , પરંતુ એની પણ કોઈ મર્યાદા હોય છે એ પણ એટલું જ સાચું. પુરુષ શાસિત સમાજ રચનામાં મોટેભાગે તો સ્ત્રીઓ ને જ સહન કરવાનું આવે છે , ત્યારે સમાનતા ની વાતો હવામાં જ ઓગળી જાય છે. આર્થિક પરાધીનતા , સામાજિક પરિવેશ અને અન્ય પરિબળો થી ઘેરાયેલી વ્યક્તિ માટે liberty /choice /freedom એક સ્વપ્ન બની રહે છે. અલાયાનું અવલોકન કરતી વખતે આ બધા વિચારો પણ પજવી જાય છે.