• VNM TV

આલિયા & અલાયા : એક અવલોકન -Part 3 - By Dilip Kumar N Mehtaઆલિયા (Alia) નું અવલોકન ચાલે છે ત્યારે અત્યારે મને એની બહેન શાહીનનો વિચાર પણ આવે છે.શાહીન અત્યારે ડિપ્રેશન ના સ્ટેજમાં છે. બોલિવુડમાં ડિપ્રેશનનો દૌર અંશતઃ ચાલતો જ રહે છે.

ખેર, અલિયાનો જન્મ 15 માર્ચ ,1993. આલિયા બ્રિટિશ નાગરિકતા ધરાવે છે. બોલિવુડમાં 2019 ના રેકોર્ડ મુજબ તેને સૌથી વધુ વેતન મળેછે. ખૂબ નાની વયે , અને પ્રમાણમા ઓછી ફિલ્મો માં કામ કર્યા છતાં એ ચાર ચાર ફિલ્મ ફેર એવોર્ડ્ઝ મેળવી ચૂકી છે.

Writer Dilip Kumar N Mehta

ફોર્બ્સ મેગેઝીનમાં તે દેશની પ્રથમ 100 સેલિબ્રિટીની યાદીમાં એનું નામ નોંધાયેલ છે. બોલિવુડમાં એવા અનેક કલાકારો આવ્યા , ખૂબ મહેનત કરીને , લાંબી કારકિર્દી ભોગવીને પણ ફિલ્મફેર એવોર્ડ્ઝ મેળવ્યા વિના નિવૃત થયા. ફોર્બ્સ એશિયાની under 30 સેલિબ્રિટિની યાદીમાં પણ આલિયાનું નામ આવી ચૂક્યું છે. ફિલ્મ મેકર મહેશ ભટ્ટ અને એક્ટ્રેસ સોની રાઝ્દાન ની આ પુત્રીએ આમ તો 1999 માં ‘સંઘર્ષ ‘ફિલ્મ માં બાલકલાકાર તરીકે અભિનય કરીને એની કારકિર્દી ની શરૂઆત કરેલી. પરંતુ , 2012માં કારણ જોહરની ફિલ્મ “ સ્ટુડન્ટ ઓફ ધ યર’માં લીડ રોલ મળ્યો. અલાયા એફ ની જેમ આલિયાને પ્રથમ ફિલ્મમાં અભિનય માટે ખાસ કઈ પ્રશંસા ન મળી, પરંતુ પોતાના ઉચ્ચારણ , એક્ટિંગ માં સતત સુધારો કરીને આલિયા ખૂબ ટૂંક સમયમાં જ કારણ જોહરની ધર્માપ્રોડકશન ની ફિલ્મોમાં અદભૂત અભિનય દ્વારા છવાઈ ગઈ. હાઇવે , ઉડતા પંજાબ , 2 states, ડિયરજિંદગી , રાઝી, અને છેલ્લે ગલીબોય જેવી ફિલ્મોએ એને નંબર વન પર પહોંચાડી દીધી ! બૉલીવુડની એક્ટિંગ કેરિયર ની સમાંતર એણે બિઝનેસમાં પણ ઝંપલાવ્યું છે અને એમાં પણ એ સારું એવું કમાઈ રહી છે. કમાણી એ તો મુખ્ય વાત છે જ , પરંતુ અત્યંત વિશ્વાસ પૂર્વક કોઈ બિઝનેસમાં પગ મૂકવો એ પણ એક હીમત નું કામ છે જે કઠિન છે, પરંતુ , અલિયાનો ઉછેર જુદી રીતે થયો અને સંઘર્ષ દ્વારા જ એનામાં અદભૂત આત્મવિશ્વાસ પેદા થયો. એક્ટિંગ ઉપરાંત એણે છ ગીતો ગાઈને એક સિંગર તરીકેની એની પ્રતિભાને પણ ઉજાગર કરી છે. મૂંબઈમાં એનો જન્મ. પિતા ગુજરાતી , માતા કાશ્મીરી પંડિત અને જર્મન વંશીય. આલિયાને એક સગી મોટી બહેન છે અને મહેશ ભટ્ટ ની પ્રથમ પત્નીના બે સંતાનો રાહુલ અને પુજા ભટ્ટ સહિત કુલ ત્રણ ભાઈ બહેન છે. અલાયા ની જેમ આલીયા એ પણ મુંબઈની જમનાબાઈ સ્કૂલમાં જ શિક્ષણ લીધું છે. અલાયા એફ ની ફિલ્મ રીલીઝ થયા બાદ એના ત્રણ ચાર વિડીયો મે જોયેલા છે , પરંતુ એમાં એમના પિતા વિષે કે ઉછેર વિષે ખાસ કઈ માહિતી મળતી નથી .

આલિયા ભટ્ટ એના બાળપણ વિષે કહે છે કે “ મારો ઉછેર સામાન્ય, જમીની, અને નમ્ર ,સીધો સાદો રહ્યો . વય વધતી વેળા , પોતાના પિતા સાથે નો એનો બોન્ડ લગભગ છૂટી ગયો . સોની રાઝદાન ના કહેવા મુજબ એની બંને દીકરીઓનો ઉછેર મોટેભાગે એણે એકલી માતા( single parent ) તરીકે જ કર્યો કારણકે એના પતિ એ લોકોની જિંદગીમાં બહુ રસ નહોતા લેતા.

બહુ નાની ઉમરથી જ આલિયા એક્ટ્રેસ બનવાની અભિપ્સા રાખતી હતી. કે જી સ્કૂલમાં બાલ પ્રવૃતિઓ સમયે જ એને આ બાબતનો ખ્યાલ આવી ગયેલો. શીમક દોવર ની ડાન્સ ઈન્સ્ટિટ્યુટમાંએણે ડાન્સ શીખવાની શરૂઆત કરી. 1999માં પાંચ વર્ષની વયે આલિયાને એના પિતાના પ્રોડકશન માં બનેલી ફિલ્મ 'સંઘર્ષ' માં એક રોલ મળ્યો જેમાં એણે પ્રીતિ ઝીંટા ( જુનિયર ) નો રોલ કરેલો. એ રોલ વિષે એ કહે છે કે હું શૂટને બદલે ફૂડ માટે ત્યાં જતી હતી .ખાસ કઈ યાદ નથી . સ્ટુડન્ટ ઓફ ધ યર(2012)માટે સિધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન સાથે એણે જ્યારે ઓડિશન આપ્યું ત્યારે એની સાથે ઓડિશન આપનાર બીજી 500 છોકરીઓ હતી. 16 કિલો વજન ઓછું થયા બાદ એને ફિલ્મમાં તક મળી. આ ફિલમમાં પ્રણય ત્રિકોણમાં એને એક સોફીસ્ટિકેટેડ ટીન એજ છોકરીનો રોલ કરેલો. આ ફિલ્મએ 13 મિલિયન ડોલર નો બિઝનેસ કર્યો પરંતુ આલિયા ની એક્ટિંગ ,ડાન્સ પર્ફોર્મન્સ વિષે છાપાના વિવેચકોએ ખાસ કઈ પોઝિટિવ ન લખ્યું. બસ, થોડીક નિરાશા સાથે એ આગળ વધી અને ત્યારબાદ જે કઈ સર્જાયું એ એક ઉજ્જવળ ઇતિહાસ છે.

સિંગર , Entrepreneur, સફળ અભિનેત્રી આલિયા અત્યારે તો સફળતાના શિખરે છે. 2014 થી 2020 ... સાતેક વર્ષના આ સમય ગાળામાં આલિયાએ જે કીર્તિમાન સર્જ્યા છે એ કોઈ ચમત્કાર થી કમ નથી. અત્યારે તો તે રણબીર કપૂર સાથે પ્રેમમાં ચકચૂર છે. ગંગુબાઈ કાઠિયાવાડી , RRR, સડક 2 અને બ્રહ્માસ્ત્ર જેવી મોટા બેનરની ફિલ્મોમાં એ આવી રહી છે.

અલાયા અને આલીયા વિષે વાંચતો હતો ત્યારે મને મહેશ ભટ્ટ વિષે પણ થોડી વધુ માહિતી મળી છે. પોતાની પ્રથમ પત્નીને ડિવોર્સઆપ્યા વિના એમણે સોની રાઝદાન સાથે લગ્ન કર્યા ત્યારે મહેશ ભટ્ટે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને અશરફ નામ ધારણ કર્યું . અને એ રીતે ઇસ્લામ ધર્મ મુજબ બે પત્ની નો હકદાર બન્યો. જો કે મહેશ ભટ્ટ ના પિતા નાનાલાલ ભટ્ટે પણ એક મુસ્લિમ ( કદાચ પારસી ) સ્ત્રી સાથે લગ્ન કરેલા.

મહેશ ભટ્ટ ચિંતક યુ જી ક્રિશ્નામુર્તિ તરફ કઈ રીતે આકર્ષિત થયા એ જાણવામાં મને રસ છે . યુ જી વિષે પણ મારૂ વાચન લગભગ શૂન્ય છે. મહેશ ભટ્ટ એક વ્યક્તિ નહીં , એક વિદ્યાપીઠ ગણી શકાય એવું વ્યક્તિત્વ છે જેની ચર્ચા ક્યારેક કરીશું . મૂડ આવશે તો વાત આગળ ચાલશે .આપના પ્રતીભાવ /પૂરક માહિતી આવકાર્ય છે. પુજા બેદી અને સોની રાઝ્દાન .બંને અભિનેત્રીઓ ની બને પુત્રીઓ ની વાત અહી પૂરી થાય છે .