• VNM TV

લોકડાઉન સમયગાળા દરમિયાન સમાજના દરેક વર્ગ અસરગ્રસ્તઆપણે બધા જાણીએ છીએ lockdown સમયગાળા દરમિયાન સમાજના દરેક વર્ગ અસરગ્રસ્ત પામ્યા છે, આજે ખર્ચ પ્રમાણમાં એટલો જ રહ્યો છે અને ઇન્કમ પણ ઘટી છે અને પરિણામે lockdown સમય દરમિયાન આપને અલગ અલગ રસ્તા કમાણી માટેના શોધી રહ્યા છીએ, અત્યારના સમયમાં બહારની દુનિયા સાથે જોડાવા માટે એક જ માધ્યમ છે અને તે માત્ર ઇન્ટરનેટ, મોટાભાગનો સમય આપને ઇન્ટરનેટ પર જ વ્યતીત કરતા આવ્યા છે, સાયબર ક્રિમિનલ લોકોની લાચારીનો લાભ અલગ-અલગ પ્રકારે ઊંચકી રહ્યા છે, લોકો વર્ક ફ્રોમ હોમ રહ્યા છે અને સાથે પોતાની આવક વધારવા માટે ઇન્ટરનેટ પર કામ શોધી રહ્યા છે ,તેમાં તે આવક મેળવવાની જગ્યાએ પોતાના મહેનતના રૂપિયા ગુમાવી રહ્યા છે,

આવા જ અલગ અલગ ત્રણ કેસ વડોદરા માં છેલ્લા બે દિવસમાં જોવા મળ્યા છે.કેસ નંબર 1


પત્રકાર તરીકે નામના મેળવેલ એક બેન પોતાના ફેમિલી પ્રોબ્લેમને કારણે પોતાની જોબ છોડીને અત્યારે housewife તરીકેની જિંદગી જીવી રહ્યા છે, આ સમયગાળા દરમિયાન ઘરે એમનેમ જ બેસી રહેવું તેના કરતાં તેમને ઓનલાઈન ડેટા એન્ટ્રી માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું, પ્રખ્યાત કંપનીની ડેટા એન્ટ્રી માટેની વેબસાઈટ તરીકે ની લીંક એમને પ્રાપ્ત થઈ,વેબસાઇટ પર મેઈલ દ્વારા સંપર્ક સાધ્યો ત્યારે ત્યારે તેમના મોબાઈલ ઉપર એક ઈસમ નો ફોન આવ્યો, રજીસ્ટ્રેશન પેટે જણાવેલ એકાઉન્ટમાં 2000 રૂપિયા ભરવાના કીધા, પોતાના e wallet એકાઉન્ટ દ્વારા 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા, ત્યારબાદ તે ઈસમ દ્વારા ફરી પાછો બેન નો સંપર્ક કરીને ડોક્યુમેન્ટ પેટે સાડા ત્રણ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી અને એક એગ્રીમેન્ટની કોપી પણ બેન ને મોકલવામાં આવી, જ્યારે તે બેન દ્વારા તે એગ્રીમેન્ટની કોપી મારી પાસે ચકાસણી માટે મોકલવામાં આવી ત્યારે મેં તેમને જણાવ્યું કે આ એગ્રીમેન્ટની કોપી ખોટી છે.

આજ રીતે જમીન લે વેચના ધંધા સાથે જોડાયેલી વ્યક્તિ પણ 5000 રૂપિયા નો ભોગ બની.


કેસ નંબર 2


વિધવા સ્ત્રી સીટી વિસ્તારમાં પોતાના બે બાળકો સાથે રહે છે તેમ જ ઘરે ઘરે કામ કરવા જઈને છેલ્લા 15 વર્ષથી પોતાનું અને પોતાના બાળકોનું ગુજરાત ચલાવી રહી છે, lockdown શરૂ થયું છે ત્યારથી એ બેન નું કામ પર જવાનું લગભગ બંધ છે, એક દિવસે એ બેને સમાચાર પત્રમાં પ્રખ્યાત કંપનીના એસએમએસ જોબની જાહેર ખબર જોઈ, જ્યારે બેને નંબર ઉપર કોલ કર્યો ત્યારે તેમને નોકરી મળી ચૂકી છે તે બાબતની જાણકારી આપી અને તમારે જોબ માટે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે ,તમારો પહેલો પગાર તમને મળશે ત્યારે,તમને તમારા રજીસ્ટ્રેશન માં આવેલ રૂપિયા આપી દેવામાં આવશે, બેન નો વિશ્વાસ જીતવા માટે એ બેનને આઈ કાર્ડ, કંપની નું સર્ટીફીકેટ વગેરે whatsapp પર મોકલ્યું, અને અલગ-અલગ પાંચ ટ્રાન્ઝેક્શનમાં બેન પાસેથી લગભગ ૩૫,૦૦૦ જેટલાં પડાવી લીધા, વધુ માં અલગ અલગ પાર્સલો ના ફોટા મોકલી ને વધુ રૂપિયાની માંગણી પણ ચાલુ રાખી, જ્યારે બેન દ્વારા વધુ સ્પષ્ટતા માટે મારો સંપર્ક સાધવામાં આવ્યો અને એમના તમામ દસ્તાવેજો ચકાસ્યા, બાદ માલૂમ પડ્યું કે તમામ દસ્તાવેજો fake હતા.


કેસ નંબર 3


સોશિયલ મીડિયા પર એડવેર નું સામ્રાજ્ય વધુ જોવા મળી રહ્યું છે, સાયબર ક્રિમિનલ એનો ભરપૂર ઉઠાવી રહ્યા છે, માત્ર હજાર, બારસો રૂપિયાથી ડોમેન રજિસ્ટર કરીને, વિવિધ phishing વેબસાઈટ બનાવવામાં આવે અને લોકોને છેતરવામાં આવે છે ,તેઓ થોડા દિવસોમાં આવી વેબસાઈટોને બંધ કરી દેવામાં આવે છે, આવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડી નો ભોગ જ શહેરના એક બેન બન્યા, તેમને સોશિયલ મીડિયા ના ઉપયોગ દરમિયાન કોસ્મેટિક ઉત્પાદન વેબસાઈટ જોઈ, જેમાં બજારભાવ કરતાં લગભગ 90 ટકા સસ્તી પ્રોડક્ટ ઓફર કરવામાં આવી રહી હતી, વસ્તુ ની ડિલિવરી લૉકડાઉન પછી જાહેરાત કરવામાં આવી હતી,પેમેન્ટ ઓનલાઇન કરવાનું સુચન કરેલ હતું, લગભગ 17500 રૂપિયાની વસ્તુઓ એક કલાક દરમિયાન ખરીદવામાં આવી,પેમેન્ટ પણ ઓનલાઇન કરવામાં આવ્યું,24 કલાક દરમિયાન કોઈપણ મેલ ન આવતા ,એ બેન દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો કરવામાં આવ્યો, બ્રાઉઝર ની કૂકીઝ ને આધારે વેબસાઇટનો ટ્રેક મેળવવાનો પ્રયત્ન કરતા એ વેબસાઇટ બંધ થઈ ચૂકી હતી,


બચવાના ઉપાયો


ઇન્ટરનેટ બ્રાઉઝિંગ દરમિયાન શરૂઆતમાં જ

એડી લખેલ,વેબસાઈટ્સની બને ત્યાં સુધી મુલાકાત લેવી ન જોઈએ અને જો મુલાકાત લીધેલ હોય તો તેના પરથી કોઈ પણ ખરીદી કરવી નહીં,


ઈન્ટરનેટ દ્વારા કે કોઈપણ કામ ઓફર કરતી વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કે ડોક્યુમેંટ પેટે કોઈપણ fees ભરવાની હોતી નથી


સસ્તી વસ્તુ વેચતી વેબસાઈટો થી ખૂબ જ સચેત રહેવું.


નાની રકમના ફ્રોડ સંદર્ભે પણ સાયબર ક્રાઇમમાં કમ્પલેન કરવી જરૂરી છે


સરકારને સૂચન કર્યું છે કે ,વેબસાઈટ માટે કે સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે કેવાયસી ને ફરજિયાત કરવું જરૂરી છે તો જ આટલા બધા ક્રાઇમ થતા બચી શકશે,

સોશિયલ મીડિયા એકાઉન્ટ,વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કે ઇન્ટરનેટ આધારિત કોઈપણ કામગીરી માટે કોઈ એક ચોક્કસ પ્રકારનું કેવાયસી કે બાયોમેટ્રિક ફરજિયાત કરવું અત્યારના સમય માટે અનિવાર્ય બન્યું છે.