• VNM TV

ચિત્રકાર છગનભાઈ પટેલ નું દુઃખદ અવસાન..

કલા પ્રતિષ્ઠાનના પૂર્વ અધ્યક્ષ અને ચિત્રકાર છગનભાઈ પટેલ નું આજે 12:30 કલાકે નવસારી ખાતે લાંબી માંદગીને કારણે દુઃખદ અવસાન થયેલ છે પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માની શાંતિ માટે કલા પ્રતિષ્ઠાન પરિવાર શ્રદ્ધાસુમન અર્પણ કરીને શાંતિ પ્રાર્થના કરે છે વર્તમાન પરિસ્થિતિને કારણે હાલ કોઈ પ્રાર્થના સભાનું આયોજન થઇ શકે તેમ ન હોવાથી દરેક કલાકાર મિત્રોને વંદન સહ પ્રાર્થના કરું છું કે આપ જ્યાં છો ત્યાં બેસીને બે મિનીટનું મૌન પાળીને શાંતિ પ્રાર્થના કરશો.... કલા પ્રતિષ્ઠાનમાં અધ્યક્ષ સ્થાને રહીને કલાની ઉમદા સેવા થકી અનેક કલાકારોના કલા જીવનમાં ઉપયોગી બન્યા છે તેમના પરિવાર તરફથી કલા પ્રતિષ્ઠાન માં આજીવન ફંડ ની વ્યવસ્થા કરીને કલાકારો માટે "ગુર્જર કલા રત્ન એવોર્ડ "અને તેમના ધર્મ પત્ની શ્રીમતી કમળાબેન છગનભાઈ પટેલ પુરસ્કૃત ૧૫ જેટલા આજીવન રોકડ રાશિના પુરસ્કારો નું અનામત ફંડ અર્પણ કરીને ખૂબ દીર્ઘદ્રષ્ટિ વાળું કામ એમના હાથે થયું છે દક્ષિણ ગુજરાતની અનેક શાળા મહાશાળાઓ અને કલા સંસ્થાઓ માં આર્થિક સહયોગી બનીને કલા ના પ્રચાર અને પ્રસારના માધ્યમમાં હંમેશા અગ્રેસર રહ્યા છે કલાગુરુ જશુભાઈ નાયક ના સહદય મિત્ર હતા અને તેમના ગયા પછી કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળીને કલા પ્રતિષ્ઠાનને સતત પ્રેમ અને હુંફ આપતા રહ્યા હતા આજે આ વસમી વિદાય થી ગુજરાત ના કલા જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે..

|| ઓમ શાંતિ ||ઓમ શાંતિ ||ઓમ શાંતિ ||


સુરત થી રમણીક ઝડફડિયા દ્વારા જાણ કરવા માં આવી

0 views